અમદાવાદ-

રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. 

- ગાંધીનગરના માણસા શહેરમાં બપોરે 1 વાગ્યા બાદ તમામ ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 30 એપ્રિલ સુધી બપોરે 1 વાગ્યા બાદ 2 હજાર જેટલા વેપારીઓ બંધનો અમલ કરશે.

- મહેસાણામાં 22 એપ્રિલથી 2 મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ટાઉન હોલ ખાતે આજરોજ વેપારી અને મંત્રીની મળેલી બેઠકમાં નિર્ણય લેવાં આવ્યો છે.

- સાબરકાંઠામાં 21 એપ્રિલથી 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. કોરોના દર્દીઓ માટે ગામની શાળા અથવા જાહેર સંસ્થામાં કામચલાઉ વ્યવસ્થા કરવા અનુરોધ કરાયો છે.

- આણંદના કરમસદ, વિદ્યાનગર, ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. વલાસણ ગામમાં 30 એપ્રિલ સુધી સવારે 6 થી 12 વાગ્યા સુધી બજારો ખુલ્લી રહેશે. જે બાદ સંપૂર્ણ બંધ રહેશે.

- રાજપીપળામાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર અને વેપારીઓની સમજૂતીથી ચાર દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય લેવાયો છે. આજે 20 એપ્રિલ 2021 મંગળવાર થી 23 એપ્રિલ શુક્ર વાર સુધી ચાર દિવસ રાજપીપળામાં તમામ દુકાનો વેપાર બંધ રહેશે.

- અરવલ્લીના બાયડમાં કોરનાની ચેઇન તોડવા 22 થી 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મોડાસામાં પણ આગામી સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. આજે રાત્રીથી સાત દિવસ માટે બજારો બંધ થશે.

- ભાવનગરનાં વરતેજ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન લગાવાયું છે. બપોર નાં 2 વાગ્યા બાદ બધી દુકાનો બંધ કરવામાં આવશે. ગામમા દૈનિક 5 થી 6 કેસો આવતાં ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે. બીજો આદેશ ન કરવામા આવે ત્યાં સુધી ગામમાં આંશિક લોક ડાઉન અમલી રહેશે.

- બોટાદના ગઢડામાં 22 થી 28 એપ્રિલસંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.