છોટાઉદેપુર, તા.૧૩ 

છોટાઉદેપુર પંથકમાં મેઘરાજાએ પોતાના સંપૂર્ણ આશીર્વાદો થી નવાજતા છોટાઉદેપુર તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થવા પામી હતી. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ચોમાસાની ઋતુનો આ ત્રીજો માસ શરૂ થઈ ગયો છે.

પાછલા દિવસોમાં ભર ચોમાસાની ઋતુમાં પણ સમગ્ર પંથકમાં ખાસ કોઈ વરસાદી માહોલ જામ્યો ના હતો અને રાજ્યના અનેક જિલ્લામાં દોઢ ગણા કે બે ગણા વરસાદ થયા હોવાના સમાચારો મળવા પામી રહ્યા હતા. ત્યારે આ અઠવાડિયા દરમિયાન મેઘરાજાએ પોતાની કરવટ બદલતાં વરસાદથી સમગ્ર વિસ્તારને ભીંજવી દીધો છે.

છોટાઉદેપુર જિલ્લામાં આવેલી ઓરસંગ, હેરણ, આની અશ્વિન નદી સહિતની તમામ નાની-મોટી નદીઓ થયેલો ધોધમાર વરસાદના કારણે પાણીથી ખલકતી થવા પામી છે. અને જેને લઇ ધરતીપુત્રો આનંદમાં આવી ગયા છે અને તેઓમાં સારી ખેતી થવાની આશાઓ જન્મવા પામી છે. પ્રાપ્ત માહિતી છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લા માં થયેલ વરસાદના આંકડા નીચે મુજબ છે. હાલ તો આ આંકડાઓ મુજબ જિલ્લામાં સરેરાશ સિઝનનો ૫૦ થી ૬૦ ટકા વરસાદ થઇ ગયો છે.

ભરૂચ જિલ્લામાં મેઘમહેર : નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં

ભરૂચ જિલ્લામાં તા. ૧૩.૦૮.૨૦૨૦ ના સવારે ૬ કલાકે પૂરા થતા ૨૪ કલાક દરમ્યાન વરસેલ વરસાદની વિગત જોતા. આમોદમાં ૫૩ મી.મી., અંકલેશ્વર ૧૨૬ મી.મી., ભરૂચમાં ૮૬ મી.મી., હાંસોટમાં ૧૧૫ મી.મી., જંબુસરમાં ૩૪ મી.મી., નેત્રંગમાં ૧૦૧, વાગરામાં ૭૦ મી.મી., વાલીયામાં ૫૪ મી.મી., ઝઘડીયામાં ૭૦ મી.મી., જિલ્લામાં કુલ ૭૦૯ મી.મી. વરસાદ વરસ્યો હતો.