ગાંધીનગર-

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હોવાનાં પગલે સમગ્ર તંત્ર સતર્ક જોવામાં આવી રહ્યું છે. રાજ્યનાં મહત્વનાં બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળ, ઓખા, જાફરાબાદ, પોરબંદરનાં બંદર સહિત પોરબંદરના મિયાણી ડેમ પર 3 નંબરનું સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે, સાથે સાથે આગાહીને પગલે NDRF ટીમ રાજ્યમાં અનેક મહત્વનાં મથકો પર તૈનાત કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે હાલ ગુજરાતમાં NDRFની કુલ 9 ટીમ તૈનાત કરાઇ છે. રાજ્યના અલગ અલગ ભાગમાં ટીમો તૈનાત કરવામાં આવી છે. તો વધારાની 6 ટીમોને સ્ટેન્ડબાય રખાઈ છે. NDRFની કુલ 9 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 3 ટીમ તૈનાત, સૌરાષ્ટ્રમાં 5 ટીમ તૈનાત કરાઇ, કચ્છમાં 1 ટીમ તૈનાત કરાઇ,વડોદરામાં 4 ટીમ તૈનાત કરાઇ જયારે 2 ટીમ ગાંધીનગરમાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.