સુરત-

તાઉતે વાવાઝોડાએ રાજયમાં મચાવેલા કહેરના પગલે સુરતમાં ધોધમાર વરસાદ પડયો છે.સુરતમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો કયાંક ઝાડો ધરાશાયી થયા છે.આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ તાઉતે વાવાઝોડાને કારણે સુરતમાં ધોધમાર વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.સુરતમાં ધોધમાર વરસાદને પગલે ડુમ્મસનો દરીયો ગાંડોતુર બન્યો છે.દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના કારણે વીજ થાંભલો ધરાશાયી થતા તે દરમ્યાન એક બાળકીને વીજશોક લાગતા બાળકીનું મોત થયુ હતું.