ભરૂચ

હિન્દૂ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર દૈત્યકુળના હિરણ્યકશયપુ ત્યાં પ્રહલાદ નામનો દીકરાનો હતો. આ દીકરો હિન્દૂ દેવી દેવતાઓમાં ખૂબ શ્રદ્ધા રાખતો અને દૈત્ય રાજા હિરણ્યકશિપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ઘૃણા હતી. જેથી રાજાએ ભગવાન અસ્તિત્વને પડકારવા માટે હોલિકા નામની બહેનને દીકરા પ્રહલાદને પોતાની ગોદમાં લઇ અગ્નિમાં બેસી જવા કહ્યું. જાેકે બનેલ ઘટના અનુસાર હોલિકાનું દહન થઈ ગયું હતું અને પ્રહલાદની રતીભર કોઈ નુકશાન થયું ન હતું. જેના કારણે ફાગણી પૂનમે દરવર્ષે લોકો દ્વારા હોલિકા દહન કરવામાં આવે છે. અસત્ય ઉપર સત્યની જીતની ઉજવણીના ભાગરૂપે હોલિકા દહનના દિવસ બાદ રંગોત્સવ નો તહેવાર એટલે ધુળેટી ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોના કહેરની બીજી લહેર આવી હોય કોરોના નામનો દાનવ પણ હોલિકામાં દહન થઈ જાય તેમજ લોકોનું જીવન રાબેતામુજબ શરૂ થાય તેવી મનોકામના કરી ભરૂચ જિલ્લાભરમાં તેમજ ઝાડેશ્વર ગામે ધાણી, ખજૂર, શ્રીફળ, કંકુ- ચોખાથી પૂજા વિધિ કરી હતી. આ વખતે હોલિકામાં લાકડા સાથે જડીબુટ્ટીઓ, કપૂર, ગાયના મળમૂત્રથી બનેલ વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણના પગલે આ વખતે લોકોએ હોલિકા દહન અને પૂજા વિધિ કરતી વેળાએ સોસિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.