અમદાવાદ રાજ્યમાં કોરોના કેસ વધી રહયા છે. એક તરફ અમદાવાદમા ૧૨૦૦ કેસ થઈ ગયા છે. સુરતમાં પણ કેસોની સંખ્યા વધી રહી છે.બીજી બાજુ કેસો વધતા લોકડાઉનનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે.ખાસ કરીને બીજા રાજ્ય કે શહેરોમાંથી આવતા મજૂરોએ લોકડાઉનની બીકે વતન જવા માટે વાટ પકડી છે. ગયા વર્ષે આ સમયે જ લોકડાઉન થઈ ગયું હતું. મજૂરોને વતન જવા માટે ખૂબ જ તકલીફ સહન કરવી પડી હતી. જેને લઈને લોકો અત્યારથી જ વતન જઇ રહયા છે. જેથી એમને પાછળથી કોઈ તકલીફ ન પડે.જાેકે લોકડાઉન નહીં થાય તેવું સરકાર ઘ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમા ૨૦ શહેરોમાં કોરોનાએ ભયંકર રૂપ બતાવતા કરફ્યુ સમય મર્યાદા વધારી છે. બહારથી આવતા મજૂરોને હવે અમદાવાદમા એટલી મજૂરી મળી રહેતી નથી જેથી કરીને તેઓ પોતાના વતનમાં જ મજૂરી કરવાનું યોગ્ય માની રહયા છે.