વડોદરા

વડોદરા શહેર જિલ્લાની પ્રજાએ મતદાર યાદી સુધારણા કરવાની તકના અંતિમ રવિવારના રોજ મતદાર યાદી અને કાર્ડને લગતી કામગીરીને માટે ભારે ધસારો કરી મુક્યો હતો. અલબત્ત પ્રજાએ કરવાની મોટાભાગની કામગીરી ચૂંટણી લાડવા ઇચ્ચછૂક નેતાઓએ જ પૂર્ણ કરી દીધી હતી. પોતાની તરફેણના મતદારોની સંખ્યામાં વધારો કરીને આગામી દિવસોમાં યોજાનાર મહાનગર પાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને જ્યારથી આ સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી નેતાઓએ પોતાના મતદાન વિસ્તારમાં આવતા વિસ્તારની ઝીણામાં ઝીણી માહિતી મેળવીને સુધારણા અંગેની તૈયારીઓ કરી દીધી હતી. જેમાં આજે અંતિમ, તક હોઈ ભારે ધસારો જાેવા મળ્યો હતો. આને માટે પ્રત્યેક સુધારણા કરાવનારે પોતાના નજીકના મતદાન મથકે જઈને એમાં જરૂરી સુધારણા વધારા અને ઉમેરા કરાવ્યા હતા.

ચૂંટણી પંચ દ્વારા પહેલી જાન્યુઆરી ૨૦૧૧ની લાયકાતની તારીખના સંદર્ભમાં ગત તારીખ નવમી નવેમ્બર ૨૦૨૦થી તારીખ ૧૫મી ડિસેમ્બર ૨૦૨૦ સુધીના સમયગાળામાં આવતા પ્રત્યેક રવિવારના રોજ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૧ ચલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા અભિયાનનો રવિવારે ૧૩મી ડિસેમ્બરના રોજ અંતિમ દિવસ હતો. જેને લઈને લાયકાત ધરાવતા તમામ વણનોંધાયેલા નાગરિકો અને ખાસ કરીને યુવાનો દ્વારા મતદાર યાદીમાં નામ નોધાવવાને માટે ધસારો કરાયો હતો. આ ઉપરાંત વર્તમાન મતદાર યાદી કે કાર્ડમાં કોઈપણ પ્રકારની ક્ષતિ હોય તો એમાં પણ સુધારણા કરવાને માટે નજીકના મતદાન મથકોમાં ભીડ એકત્ર થયેલી જાેવા મળી હતી. જાગૃત બનેલા મતદારોએ અને ચૂંટણી લાડવા ઇચછુંકોના સ્વાર્થને લઈને કરાયેલા ઘનિષ્ઠ પ્રયાસને લઈને એમાં એકંદરે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. જેને લઈને જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા આ કાર્યક્રમ અને અભિયાન એકંદરે સફળ રહયાનો સંતોષ વ્યક્ત કર્યો છે. આજે સવારથીજ મતદાર આઇડી સુધારણા અને નામ કમી કે ઉમેરા કરવાને માટે ભારે ભીડ નજીકના મતદાન મથકોએ જાેવા મળી હતી. જે કામગીરી મોડી સાંજ સુધી બંધ થવાના સમય સુધી ધમધમતી રહી હતી. આ કાર્યક્રમનો નિયત સમયગાળામાં કેટલા મતદારોએ અને કઈ કઈ પ્રકારની કામગીરીને માટે લાભ લીધો છે. એના અંતિમ આંકડા આગામી એક બે દિવસમાં તૈયાર કરી દેવામાં આવશે એમ ચૂંટણી પંચના કાર્યાલયના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું.