અમદાવાદ-

અમદાવાદમાં અંગદાન અને અંગ પ્રત્યારોપણના વિષયમાં થયેલા એક રસપ્રદ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અંગદાનમાં ખાસ કરીને કિડની દાન કરનારા દંપતિઓમાં ૯૦% મહિલાઓ એટલે કે પત્નીઓની સંખ્યા છે, જ્યારે પતિની સંખ્યા માત્ર ૧૦ ટકા છે. આમ કિડની ટ્રાન્સપ્લાન્ટના ક્ષેત્રમાં પણ પત્નીઓએ પતિ કરતાં વધુ દાન આપ્યું છે. તાજેતરમાંજ ૧૩-૧૬ સપ્ટમ્બર દરમિયાન ટ્રાન્સપ્લાન્ટ સોસાયટીની કોંગ્રેસમાં ડટ.એચ.એલ. ત્રિવેદી ઇનસ્ટિટ્યૂટ ઑફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સિસના પ્રોફેસર વિવેક કુટે દ્વારા આ અભ્યાસ પ્રસ્તુ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસની માહિતી અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસમાં પુષ્ટી કરવામાં આવી છે કે જીવંત કિડની પ્રત્યારોપણમાં જીવનસાથીના રૂપમાં દાતાઓની સંખ્યામાં ૯૦% પત્નીઓ છે,

જ્યારે ૧૦% પુરૂષો છે. માતાપિતા તરીકે દાતાઓની સંખ્યામાં ૭૦% મહિલાઓ એટલે કે માતાઓએ દાન કર્યુ છે જ્યારે ૩૦% પુરૂષો એટલે કે પિતાએ દાન કર્યુ છે. એવી જ રીતે દાદા-દાદીમાં પણ આ જ વલણ જાેવા મળ્યું છએ. જેમાં ૭૫% મહિલાઓ અને ૨૫% પુરૂષોનો સમાવેશ થાય છે. જાેકે, જ્યારે બાળકો એલકેઆરટી માટે અંગદાન કરે છે ત્યારે વલન બદલાઈ જાય છે. આઅંગદાનમાં ૪૦% છોકરીઓ અને ૬૦% છોકરાઓ છે. એવી જ રીતે જ્યારે ભાઈ-બહેનના ડેટાનું વિશ્લલેષણ કરવામાં આવે ત્યારે સ્ત્રી-પુરૂષ ડોનર સમાન પ્રમાણમાં દાન કરે છે. જ્યારે એવરેજમાં મહિલાઓની સંખ્યા ૭૪.૨૦% સાથે ટોચના સ્થાને છે. જ્યારે આ અંગે આઈરેડીઆરસી-આઈટીએસના નિયામક ડૉકટરે આ અંગે અખબાર સાથે વાત કરતા કહ્ય્šં કે 'આ વિસંગતતાઓ ખૂજ જાણીતી સામાજીક ધારણામાંથી ઉત્પ્ન થાય છે કે પુરૂષ કુટુંબનો એક માત્ર કમાણી કરનાર વ્યક્તિ છે.

જાે બ્લડગ્રૂપ મેચ થાય તો સમગ્ર પરિવાર પત્ની પાસેથી અંગોના દાન માટે અપેક્ષા રાખે છે. પ્રત્યારોપણમાં લિંગ અસમાનતા- શા માટે દાતાઓમાં મુખ્યત્વે મહિલાઓ અને પ્રાપ્તકર્તા પુરૂષો છે? વિષય પર થયેલા અભ્યાસમાં આ તથ્યો સામે આવ્યા છે. જાેકે, એક જાેતા આ તથ્યો ચિંતાજનક છે. કારણે કે અભ્યાસમાં એક વાત એવી પણ બહાર આવી છે. ૭૪.૨૦% કિડની દાન સાથે મોખરે રહેતી મહિલાઓ સામે ફક્ત ૨૧.૮૦% જ કિડની પ્રાપ્ત કરી રહી છે. જાેકે, નિષ્ણાત તબીબોનો આ અંગે મત છે જે પારિવારિક અથવા સામાજિક પ્રથા સાથે જાેડાયેલો છે.