અંક્લેશ્વર : અંકલેશ્વર પંથકમાં બુધવારે સવાર થી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ, અને વીજળીની ગર્જના ઓ સાથે વરસેલા મુશળધાર વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યુ હતુ. મુખ્ય માર્ગો સહિત નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. તારીખ ૨૨ મી સપ્ટેમ્બરની રાત થી તારીખ ૨૬મી ની સવાર ૬ કલાક સુધીમાં ૨૬ એમએમ જ્યારે તારીખ ૨૩મી ની સવાર ના આશરે ૧૧ કલાક થી બપોર ના ૨ કલાક દરમ્યાન માં ૧૨૫ એમએમ એટલે કે ૨૪ કલાક માં કુલ ૧૫૧ એમએમ એટલે કે ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો , જ્યારે મોસમનો કુલ વરસાદ ૧૨૮૭ એમએમ એટલે કે ૫૧ ઇંચ વરસાદ નોંધાયો હતો 

અંકલેશ્વર પંથકમાં વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારો સહિત મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. શહેર ના ભરૂચનાકા, પીરામણ નાકા ત્રણ રસ્તા સહિત ના વિસ્તારોમાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા અને લોકો જેમ તેમ આ ત્રણ માર્ગો પર ની નદીઓ વટાવીને પોતાના વાહનો પસાર કર્યા હતા. અંકલેશ્વર ત્રણ રસ્તા વિસ્તાર થી સ્ટેશન તરફ જતો માર્ગ તેમજ અંકલેશ્વર ત્રણ રસ્તા વિસ્તાર થી જ ઓએનજીસી તરફ જવાનો તેમજ આવનાર માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ધોધમાર વરસાદ ની વચ્ચે પણ જો કે ટ્રાફિક પોલીસ ના જવાનો તેમજ મહિલા ઓ લોકોને માર્ગદર્શન આપતી નજરે પડી હતી.

નીચાણવાળા વિસ્તારો માં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, સાથે જ અંકલેશ્વર નવીનગરી વિસ્તારમાં પણ પાણી તોફાની ગતિએ વહી રહ્યા હતા.શહેરનાં એશિયાડ નગર,ગોયાબજાર, નવીનગરી, સાંઈ સીટી, હાંસોટ રોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણીએ ભારે જમાવટ કરી હતી, જ્યારે જીઆઈડીસી કોલોની માં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા તેમજ ઔદ્યોગિક વસાહતોમાં નીચાણવાળા ઉદ્યોગોમાં પણ વરસાદી પાણી ભરાતા ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારની બેઝમેન્ટ વાળા શોપિંગ સેન્ટરો માં પણ પાણી ભરાયા હતા , અને દુકાનોની અંદર પાણી ઘુસ્યા હતા.જેના કારણે માલસામાન ને પણ નુકશાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ હતુ.

અંકલેશ્વર શહેરનું ઐતિહાસિક જલારામ મંદિર પાણીમાં ગરકાવ  

અંકલેશ્વર શહેર નાં ભરૃચીનાકા સ્થિતિનું ઐતિહાસિક જલારામ મંદિર પણ વરસાદી પાણીમાં ગરકાવ થયુ હતુ, પંથકમાં વરસેલા મુશળધાર વરસાદનાં પરિણામે અને નગરપાલિકા નાં અણઘડ વહીવટ થી મંદિર પરિસદમાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૨૩મી ને બુધવાર નાં સવાર થી શરૂ થયેલા વરસાદે ઠેરઠેર પાણી પાણી કરી દીધા હતા.અને ભગવાનને પણ બાકાત રાખ્યા ન હતા. અંકલેશ્વર શહેરનાં ભરૂચીનાકા વિસ્તાર માં આવેલ જલારામ મંદિર પણ અડધા પાણીમાં ડૂબી ગયુ હતુ. ભરૂચીનાકા ખાતે આવેલ જલારામ મંદિર ઐતિહાસિક તેમજ પૌરાણિક મંદિર છે. બુધવાર ના રોજ સવાર થી શરૂ થયેલા વરસાદે નગરપાલિકા ના તંત્રની પોલ ખોલી હતી. જલારામ મંદિર માં એ હદે પાણી ભરાઈ ગયા હતા કે નર્મદેશ્વર મહાદેવ, જલારામબાપા અને હનુમાનજી ની મૂર્તિઓ અડધી પાણીમાં ડૂબી જવા પામી હતી.જેના કારણે ભક્ત સમુદાય , તેમજ મંદિરનાં સંચાલકોમાં નગરપાલિકા તંત્રની કામગીરી સામે રોષ ભભૂકી ઉઠ્‌યો હતો.