ડભોઇ

ડભોઇ ખાતે ની રેફરલ હોસ્પિટલમાં તબીબી સેવા આપનાર ડો. અજયસિંહ દવારા કોરોના કાળમાં પણ બધા જ પ્રકારની સારવાર આપવામાં આવતી તેનુ ઉતમ ઉદાહરણ પૂરું પાડતાં એક મહીલા ના પેટમાં થી ૧૫ કિલોની ગાંઠ ઓપરેશન કરી બહાર કાઢવામાં આવી હતી હાલમાં આખા દેશમાં કોરોના ની કપરી પરિસ્થીતી ચાલી રહી હોય બીજા કોઇ રોગના દર્દીઓ ને બેડ મળવા મુસકેલ થઈ રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચો કરવા છતા હોસ્પિટલો માં બેડ મળતા નથી અને કોરોના સિવાયની કોઇ ગંભીર બિમારી હોય જે બીમારી માટે મોટાભાગના ડૉક્ટરો દર્દીઓને હાથ લગાવવા તૈયાર નથી. જ્યારે કે છેલ્લા ૧ વર્ષ થી મહિલાના પેટ માં ગાંઠ હોય તેવા દર્દી ની ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર કરી ઓપરેશન કરી દર્દી ના પેટ માથી આશરે ૧૫ કિલો ની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. અનેક હોસ્પિટલો ફરી ફરીને ને આવેલ દર્દીનો ઈલાજ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે થતાં દર્દી ના પરીવાર જનો માં આનંદની લાગણી અનુભવી હતી. ડભોઇ શહેર ના મોટા ભીલવાગા વિસ્તાર માં રહેતી ૫૫ વર્ષીય સવિતાબેન દલસુખભાઈ વસાવાનાઓ ને છેલ્લા એક વર્ષ ના સમય થી પેટ માં ગાંઠ હોય જે દિવસે દિવસે વધી રહી હતી ને અસહ્ય દુખવાથી મહિલા પીડાઈ રહી હતી. અનેક હોસ્પિટલો માં બતાવ્યા પણ ખૂબ ખર્ચો ઓપરેશન માટે થતો હોય મહિલા ના પરિવાર જનો ની આર્થીક પરિસ્થીતી નબળી હોય ઓપરેશન કેવી રીતે કરાવે એ એક પશ્રન તેમના પરીવાર જનોને મૂંઝવતો હતો.