ગાંધીનગર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ (તા.17-07-2021) જાહેર કરાયેલા ધો.12 સાયન્સના પરીણામનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે ધો.12 સાયન્સમાં એ ગ્રુપ એટલેકે એન્જિનિયરિંગ, ટેક્નોલોજીમાં જઇ શકે તેવા પાસ થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 43,142 છે જેની સામે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની કુલ સીટોની સંખ્યા જોઇએ તો 65,000 છે. 

આમ એન્જિનિયરિંગમાં તો બધા (જોકે બધા પ્રવેશ લેવાના નથી)ને પ્રવેશ અપાઇ જાય પછી પણ કુલ બેઠકોની 35 ટકા જેટલી બેઠકો ખાલી પડે તેમ છે. કેમકે એ ગ્રુપના તેજસ્વી વિદ્યાર્થીઓ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., ત્રિપલ આઇ.ટી., ગુજરાત બહારની યુનિવર્સિટીઓ, પ્રાઇવેટ યુનિવર્સિટીનઓના આઇ.ટી., બીએસસી આઇ.ટી. કમ્પ્યુટર સાયન્સ વગેરેમાં પ્રવેશ મેળવશે.

આમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોને છેલ્લા પાંચ વર્ષથી નડી રહેલી વિદ્યાર્થીઓનો દુકાળ આ વર્ષે 100 ટકા પરીણામ પછી પણ જારી જ રહેશે.