સુરત,તા.૩ 

નવસારી જિલ્લામાં આજે બપોર સુધીમાં વધુ સાત પોઝિટિવ કેસ સામે આવવાની સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૬૦૦ને પાર કરી ચુક્યો છે. વધુ પાંચના મોત થયા હતા.નવસારી જિલ્લામાં તીવગ્રતિઍ બહાર આવી રહેલા કેસોમાં નવસારી. બીલીમોરા, ચીખલી અને ગણદેવી ના વિસ્તારોમાં પોઝિટિવ કેસો સામે આવ્યા છે. કુલ મોતનો આંકડો ૫૮ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્નાં છે આજે નવસારીમાં આવેલા સાત કેસોમાં ૩૫ વર્ષીય મહિલા (રહે, મોટા ફળિયા વંકાલ),૩૫ વર્ષીય મહિલા (રહે, ગણદેવી કોર્ટ કેમ્પસ, ગણદેવી),૩૩ વર્ષીય પુરુષ (રહે, કોલીવાર અંબાડા),૨૯ વર્ષીય પુરુષ (રહે,સયાજી ચોક, વિજલપો),૭૬ વર્ષીય પુરુષ (રહે,આસ્થા અપાર્ટમેન્ટ ,વાછા મહોલ્લો)૬૦ વર્ષીય મહિલા (રહે,શિવ કૃપા બિલ્ડીંગ, દરગાહ રોડ નવસારી) ૬૬ વર્ષીય મહિલા (રહે,મિથીલ નગરી ગોહિલ સ્કૂલ પાસે) લેવામાં આવેલા કોરોના શંકાસ્પદ સેમ્પલનો લેબ પરીક્ષણ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ ને સારવાર અર્થે વિવિધ હોલ્ખિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા ૬૦૩ ઉપર પહોંચી ગયો છે.