દિલ્હી-

કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ ગિરિરાજ સિંઘે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે દેશમાં તો ઠીક, વિદેશમાં પણ રાહુલે પોતાની ઇજ્જત ગુમાવી દીધી હતી.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાની આત્મકથા અ પ્રોમિસ્ડ લેન્ડમાં રાહુલ ગાંધીને શિક્ષક સામે ઊભેલા ગભરુ બાળક જેવો અને કોઇ પણ વિષયનું પૂરતું જ્ઞાન ન હોય એવા ટાબરિયા તરીકે વર્ણવવામાં આવ્યા છે. અમેરિકાના પ્રતિષ્ઠિત દૈનિક ન્યૂયોર્ક ટાઇમ્સે આજે શુક્રવારે 13 નવેંબરે પોતાના અંકમાં આ પુસ્તકની સમીક્ષા કરી હતી. એ વિશે ગિરિરાજ સિંઘ બોલી રહ્યા હતા.

ઓબામાએ લખ્યું છે કે રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ગભરુ ટાબરિયા જેવા છે જે શિક્ષકને પ્રભાવિત કરવા ઉત્સુક છે પરંતુ કોઇ વિષયનું પૂરતું જ્ઞાન ધરાવતા નથી. ઓબામાએ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘને અગાધ નિષ્ઠા ધરાવતા રાજપુરુષ તરીકે વર્ણવ્યા હતા. ગિરિરાજ સિંઘે કહ્યું કે રાહુલ ગાંધીએ દેશમાં તો ઠીક, વિદેશમાં પણ પોતાની બેઇજ્જતી કરાવે છે. 2017માં બરાક ઓબામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે રાહુલ ગાંધી સાથે તેમની મુલાકાત થઇ હતી.