વાંસદા. વાંસદા પંથકમાં બીએસએનએલ નેટવર્કમાં ધાંધીયા નેટવર્ક વગર મોબાઇલ ધારકો પરેશાન બન્યા છે. વાંસદા તાલુકામાં છેલ્લા કેટલાક મહિનાથી નેટવર્કના ત્રાસથી બીએસએનએલ ઉપયોગ કરતા ગ્રાહકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.નેટવર્ક કનેક્ટિવિટીને સુધારવાના બદલે બીએસએનએલના અધિકારીઓ જવાબદારી માંથી છટક બારી તંત્ર સામે ગ્રાહકો અસંતોષની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત વિગતો મુજબ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ટાવર તો ઉભા કર્યા છે પણ કાયમી નેટવર્કમાં ધાંધીયા ઉભા થતા શોભના ગઠિયા સમાન છે જેમાં નેટવર્કની તકલીફ ઉભી થતી હોવાથી ગ્રાહકો પોર્ટેબલિટી કરીને ખાનગી કંપની સાથે જાેડાવા મજબૂર બન્યા છે ત્યારે બીએસએનએલના અધિકારીઓ આળસ ખંખેરીને ગ્રાહકોને સંતોષ કારક સેવા આપે એવી લોક માંગ ઉઠવા પામી છે. વાંસદાના મુખ્ય મથકે જ બીએસએનએલના ટાવરના ધાંધિયા રહેતા અનેકવાર નેટ બેન્કિંગ સેવાઓ પણ ઠપ રહે છે. બીએસએનએલની નેટ કનેક્ટિવિટીમાં આ બાબતે કાયમી ધોરણે આવું જ બનતું હોવાથી ગ્રાહકો આ બાબતે ટેલીફોનિક કે મૌખિક રજૂઆતો પણ કરાતી હોય છે જેમાં બીએસએનએલની કનેક્ટિવિટી નહિ મળતા બેંકો અને સરકારી ઓફિસોમાં કામગિરી ઠપ થઈ જતી હોય છે જેમાં કચેરી બેન્ક જેમાં મહત્વની કામગીરીઅર્થે આવતી ગ્રામ્ય ગરીબ પ્રજા ધરમધક્કા ખાવા મજબૂર બનતી હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા તેમજ અન્ય બેંકો અને સરકારી ઓફિસોમાં બીએસએનએલબ્રોડ બેન્ડની કનેક્ટિવિટી પણ ઘણી વખત મળતી નથી.ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો કામકાજ છોડીને સરકારી કચેરીઓ અથવા બેંકમાં નાણાં જમા કરાવવા અથવા ઉપાડવા માટે આવે છે. ઘણીવાર કચેરીઓ માં અથવા બેંકોમાં સાંભળવા મળશે કે નેટ ની કનેટિવિટી જ સ્લો છે..જેના કારણે નેટવર્કિંગ કામકાજ ઠપ્પ થઈ જતા હોય છે દૂર-દૂર થી આવતી ગામડાની ગરીબ પ્રજા પણ આખો દિવસ હેરાન થતી હોય છે. ગામડાઓમાં ખેતીની કામગીરીઓ પણ ચાલે છે અને ખેડૂતો પાસે સમય પણ નથી તેમ છતાં આખો દિવસ તડકામાં બેેેકની બહાર ઉભા રહેવું, ઘરનું કામ ધંધો છોડવો અને સાંજ સુધી પણ કામગીરી નહિ થતા ઘણીવાર વિલા મોઢે ઘરે જવુ પડે છે. બીએસએનએલઓફિસમાં અનેક ફરિયાદ છતાં ઓફિસના કર્મીઓ જાણે કાનમાં તેલ નાખીને બેઠા હોય તેમ કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવતા નથી. કેમ આ બાબતે તેઓ મૌન સેવે છે ? ગ્રાહકોને સારી સર્વિસ મળશે તો જ વપરાશકર્તા ટકી રહેશે જાે સર્વિસ સારી નહી મળેશે તો નેટવર્ક પણ બદલી પણ શકીએ છે.