મુંબઈ-

ભારતીય ટીમ આગામી વર્ષે જુલાઈમાં ફરી એક વખત ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટે આ માહિતી આગામી વર્ષના સમયપત્રક જાહેર કરતી વખતે આપી છે. ઇસીબીએ એમ પણ કહ્યું છે કે તેઓ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોનું પણ યજમાન બનશે. ઈંગ્લેન્ડ ભારતીય ટીમ સામે મર્યાદિત ઓવરોની ક્રિકેટ પહેલા ન્યૂઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટની શ્રેણી રમશે. કિવી ટીમ જૂનમાં રમશે. આ પછી ઇંગ્લેન્ડની ટીમ ભારત સામે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીથી શરૂઆત કરશે અને ટીમ ઇન્ડિયા વનડે શ્રેણી સાથે તેમના પ્રવાસનો અંત લાવશે.

૨૦૨૨ માં ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનું સમયપત્રક નીચે મુજબ છે.

પહેલી ટી-૨૦, ૧ જુલાઈ (ઓલ્ડ ટ્રેફોર્ડ)

બીજી ટી-૨૦ મેચ, ૩ જી જુલાઈ (ટ્રેન્ટ બ્રિજ)

ત્રીજી ટી-૨૦ મેચ, ૬ જુલાઈ (એજ્સ બાઉલ)

પહેલી વનડે, ૯ જુલાઈ, (એજબેસ્ટન)

બીજી વનડે, ૧૨ જુલાઈ, (ધ ઓવલ)

ત્રીજી વનડે, જુલાઈ ૧૪, (લોર્ડ્‌સ)

જોકે કિવિ ટીમ જૂનમાં ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડ જશે. આ દરમિયાન ૨ જૂનથી લોર્ડ્‌સ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આ પછી બીજી મેચ ૧૦ જૂનથી ટ્રેન્ટ બ્રિજ પર રમાશે. અંતિમ ટેસ્ટ મેચ ૨૩ જૂનથી હેડિંગ્લે ખાતે રમાશે.

દક્ષિણ આફ્રિકાની ટીમે ઇંગ્લેન્ડના લાંબા પ્રવાસ પર આવવાનું છે. આ ટીમ ત્રણેય ફોર્મેટમાં ઈંગ્લેન્ડ સામે રમશે. પ્રથમ ત્રણ મેચની વનડે શ્રેણી હશે. આમાં પ્રથમ મેચ ૧૯ જુલાઈએ રિવરસાઈડ ખાતે રમાશે. બીજી મેચ ૨૨ જુલાઇએ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે અને અંતિમ વનડે ૨૪ જુલાઇએ હેડિંગ્લે ખાતે રમાશે.

વન ડે બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ૨૭ જુલાઈના રોજ બ્રિસ્ટલમાં ટી-૨૦ શ્રેણીની પ્રથમ મેચ રમશે. આ પછી આગામી મેચ ૨૮ જુલાઈએ સોફિયા ગાર્ડન્સ ખાતે રમાશે. ત્રીજી અને અંતિમ મેચ ૩૧ જુલાઈના રોજ એજસ બાઉલમાં થશે. ટેસ્ટ શ્રેણી અનુક્રમે ૧૭ ઓગસ્ટ, ૨૫ ઓગસ્ટ અને ૮ સપ્ટેમ્બરે લોર્ડ્‌સ, એજબેસ્ટન અને ધ ઓવલ ખાતે રમાશે.