લંડન

ભારતીય ટેનિસ ખેલાડી અંકિતા રૈના વિમ્બલ્ડન મહિલા સિંગલ્સના મુખ્ય ડ્રોમાં સ્થાન મેળવી શકી ન હતી અને ક્વોલિફાયરના પહેલા રાઉન્ડમાં હારી ગઈ હતી. ભારતની ૨૮ વર્ષીય રૈનાને અમેરિકાની વરવરા લેપ્ચેન્કોએ ૬-૩, ૭-૬ થી હરાવી હતી. પહેલા સેટમાં પોતાની સેવા જાળવી રાખવામાં નિષ્ફળ રહેલી રૈનાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી પરંતુ તે ટાઇબ્રેકરથી ટકી શકી ન હતી.

વિશ્વ રેન્કિંગમાં ૧૮૨ મી ક્રમાંકિત અંકિતાને મેચમાં ફક્ત એક બ્રેક પોઇન્ટ મળ્યો હતો. જેના પર તે ફાયદો ઉઠાવી શકી ન હતી. પુરૂષોના ક્વોલિફાયરમાં ભારતનો રામકુમાર રામાનાથન બીજા રાઉન્ડમાં આગળ વધ્યો હતો પરંતુ પ્રજનેશ ગુનેસ્વરન હારી બહાર થયો હતો.