લદ્દાખ-

આઇટીબીપીએ ભારત-ચીન સંઘર્ષની વચ્ચે તેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી (એસઓપી) બદલીને આ તૈનાત કરી છે. અગાઉ આવા ઠેકાણાઓ પર મહિલા અધિકારીઓ પોસ્ટ કરાયા ન હતા. આઇટીબીપીએ થોડા અઠવાડિયા પહેલા મહિલા ડોકટરો અને અન્ય સ્ટાફને ત્યાં મોકલ્યા હતા.

લેહમાં આઇટીબીપીના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા ડોક્ટરોને સરહદ નજીક તૈનાત કરવામાં આવ્યા છે. જેથી તેઓ પેરા મેડિકલ સ્ટાફની સાથે જવાનોની સંભાળ લઈ શકે. આ મહિલા ડોકટરોની જવાબદારી જવાનોની તબીબી જરૂરિયાતો પર પણ નજર રાખવાની રહેશે.

ભારત ચીન સીમા પર તણાવ વચ્ચે ભારત તિબ્બત સીમા પોલીસે (આઇટીબીપી) પહેલીવાર લદ્દાખમાં અગ્રિમ ચોકી પર મહિલા ડૉકટર્સને તૈનાત કર્યા છે. અર્ધ સૈનિક બળની આ અધિકારીઓના જવાનોની સારવાર માટે અગ્રિમ ઠેકાણાઓ પર મોકલવામાં આવ્યા છે. આઇટીબીપીની મહિલા ડૉકટરોને પૂર્ણ પ્રભાર આપવામાં આવ્યો છે.