વડોદરા, તા.૧ 

વડોદરા પાલિકાના સ્માર્ટ સિટી અંતર્ગત આઈટીએમએસ પ્રોજેક્ટ એટલે ઈન્ટગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ જે વડોદરા શહેરના સિટી ટ્રાન્સપોર્ટ એટલે કે સિટી બસ સર્વિસનું સ્માર્ટ સોલ્યુશન છે.

જે પ્રોજેક્ટ વડોદરા સ્માર્ટ સિટીના ભાગરૂપે અમલમાં મુકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરની સિટી બસમાં સીસીટીવી કેમેરા, રિઅલ ટાઇમ પીઆઈએસ ડિસ્પ્લે, પેનિક બટન, ડ્રાઈવર ડિસ્પ્લે યુનિટ તથા જીપીએસ જેવી સ્માર્ટ સિસ્ટમ ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટથી શહેરના નાગરિકોને રિઅલ ટાઇમ બસની માહિતી ઉપલબ્ધ થશે એટલે કે બસ સ્ટોપ ઉપર બસ આવવાના સમયે જ પહોંચશે. બસની અંદર સીસીટીવી કેમેરા થકી મુસાફરી કરતા પેસેન્જરની સેફ્‌ટી અને સિક્યુરિટીમાં વધારો થશે. સિટી બસની ઓવર સ્પડિંંગ ઉપર નિયંત્રણ આવશે. બસ રૂટ ડાઇવર્ટ થશે નહીં તથા સ્ટોપેજ સ્ક્રીપની માહિતી મળશે અને બસની અનિયમિતતા જો હોય તો તે ઓછી થશે. આ સાથે મોબાઇલ એપ્સ તથા પાલિકાની વેબસાઇટ ઉપર બસ સ્ટોપની વિગતો, નિયત કરેલા બસ સ્ટોપ ઉપર બસ ક્યારે પહોંચશે. બસના રૂટની વિગતો તથા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રૂટનું આયોજનની વિગતો ઉપલબ્ધ થશે. પ્રોજેક્ટના ફેઝ-૧માં ૭૫ જેટલી સિટી બસોમાં સ્માર્ટ ટેકનોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં ફેઝ-૨માં વડોદરા શહેરના મુખ્ય બસ સ્ટોપ (અંદાજીત ૧૦૦ જેટલા) પર ડિજિટલ ડિસ્પ્લે, રૂટની વિગતો, કેમેરા વગેરેની વિગતો ઉપલબ્ધ થશે તથા બાકીની ૭૫ બસોમાં પણ તમામ સુવિધા ઉપલબ્ધ થશે. આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીષ પટેલ, ડે.મ્યુનિ.કમિશનર સુધીર કે.પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડા. રાજેશ શાહ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, દંડક અલ્પેશ લિંબાચીયા, મ્યુનિસિપલ સભાસદ રાજેશ આયરે તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.