વડોદરા, તા.૨૩ 

વિવિધ સરકારી સાહસોનું ખાનગીકરણ, કામદાર વિરોધી નીતિઓ અને ખેડૂત વિરોધી

કૃષિબિલની સામે ઓ સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ કામદાર સંગઠનોએ પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

સંયુક્ત કામદાર સમિતિએ આપેલા આવેદનપત્રમાં વિવિધ માગણીઓ સાથે કરેલ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ જેવી વિવિધ પ્રાથમિક સેવાઓના ખાનગીકરણના નિર્ણય રદ કરવામાં આવે, સાથે સાથે નફો કરતા સરકારી સાહસો અને સેવાઓ, રેલવે, બીએસએનએલ, એરઈન્ડિયા, બીપીસીએલ, પોસ્ટ ખાતા, કોલસાની ખાણો જેવા ખાનગીકરણ રદ કરવામાં આવેલ. ખેડૂતોને પાયમાલ કરનાર કૃષિબિલ ૨૦૨૦ રદ કરવા ઉપરાંત તમામ ફ્રન્ટલાઈન વોરિયર્સ અને વિશેષરૂપે આશા, આંગણવાડી, મધ્યાહ્‌ન ભોજન અને સ્વાસ્થ્ય સેવાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓને સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવો, જેઓ રેડ ઝોન વિસ્તારમાં કામ કરે છે તેવા કર્મચારીઓને પીપીઈ કિટ આપવામાં આવે, કોરોના મહામારીમાં કામ કરતા તમામ ફ્રન્ટલાઈન વર્કર્સમાં નિઃશુલ્ક ધોરણે કોવિડ-૧૯ના ટેસ્ટ કરવામાં આવે. ૬૦ વર્ષથી ઉપર ઉંમરવાળાઓને અને કોઈપણ શારીરિક બીમારી ધરાવતી વ્યક્તિઓને કોવિડ-૧૯ના કાર્યમાં જાેડવામાં ન આવે. ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે કામ કરતા તમામ કર્મચારીઓને રૂા.પ૦ લાખનો ઈન્સ્યોરન્સ સુરક્ષા કવચ આપવામાં આવે.