ચેન્નઈ

રોયલ ચેલેન્જર બેંગલોરે આઇપીએલમાં સતત બીજી મેચમાં જીત મેળવી છે આ સાથે જ હૈદરાબાદની ૬ રને હાર થઇ છે. મેચમાં આરસીબીએ પહેલા બેંટીગ કરતા ૮ વિકેટ ગુમાવી ૧૪૯ રન કર્યા હતા જવાબમાં હૈદરાબાદની ટીમ ૯ વિકેટ ગુમાવીને ૧૪૩ રન કરવામાં સફળ રહી હતી. અને તેની સતત બીજી હાર થઇ છે. પહેલી મેચમાં કેકેઆર સામે હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજી બાજુ આરસીબીની આ સતત બીજી જીત સાથે પોઇન્ટ ટેબલ પર પ્રથમ નંબર પર પહોંચી ગયું છે. આરસીબીની ટીમે સાત વર્ષ બાદ પ્રથમ બંન્ને મેચમાં જીત મેળવી છે. પહેલી મેચમાં આરસીબીએ મુંબઇને ૧૦ રને હરાવ્યું હતું.

લક્ષ્યનો પીછો કરવા સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી હતી. રીદ્ધિમાન સાહા (૧) ને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો. પ્રથમ વિકેટ ૧૩ રને પડ્યા બાદ કેપ્ટન ડેવિડ વોર્નર (૫૪) અને મનીષ પાંડે (૩૮) એ બીજી વિકેટ માટે ૮૩ રન જોડ્યા અને ટીમને સારી સ્થિતિમાં લાવી. વોર્નરે ૩૭ બોલનો સામનો કર્યો જેમાં ચેણે ૭ ચોગ્ગા અને ૧ સિક્સ ફટકારીને ૫૪ રન કર્યા હતા.હૈદરાબાદનો સ્કોર એક સમયે ૧૬ ઓવરમાં બે વિકેટે ૧૧૫ રન હતો. છેલ્લી ૪ ઓવરમાં ટીમે જીતવા માટે ૩૫ રન બનાવાના હતા અને ૮ વિકેટ બાકી હતી. ૧૭ મી ઓવરના પહેલા બે બોલ પર ડાબોડી સ્પિનર શાહબાઝ અહેમદે જોની બેરસ્ટો (૧૨) અને મનીષ પાંડેને આઉટ કર્યો. તે જ ઓવરના અંતિમ બોલ પર તેણે અબ્દુલ સમાદ (૦) ને આઉટ કરીને ટીમને શાનદાર વાપસી કરી હતી. આ ઓવરમાં માત્ર ૧ રન. ૧૮ મી ઓવરમાં ફક્ત ૭ રન થયા હતા અને એક વિકેટ પડી હતી. ટીમે બે ઓવરમાં ૪ વિકેટ બાકી રહીને ૨૭ રન બનાવ્યા હતા. ૧૯ મી ઓવરમાં સિરાજે ૧૧ રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં ૧૬ રન બાકી હતા અને હૈદરાબાદની ૩ વિકેટ પડી હતી. હર્ષલ પટેલના પહેલા બે બોલ પર બે રન બનાવ્યા હતા. ત્રીજો બોલ નો બોલ હતો અને તેણે એક ચોગ્ગા પણ મેળવ્યો હતો. આ રીતે, ૪ બોલમાં ૮ રન બનાવવાના હતા. આ બોલ પર કોઈ રન નોંધાયો નહીં. ચોથા બોલ પર રાશિદ (૧૮) રન આઉટ થયો હતો. નદીમ (૦) પાંચમા બોલ પર આઉટ થયો હતો. આ રીતે ૧ બોલથી ૮ રનની જરૂર હતી. છેલ્લા બોલ પર માત્ર એક રન બનાવ્યો. બેંગ્લોર તરફથી શાહબાજે ત્રણ વિકેટ લીધી હતી જ્યારે સિરાજ અને હર્ષલે બે-બે વિકેટ લીધી હતી.

ગ્લેન મેક્સવેલના ૫૯ રનની મદદથી આરસીબીએ ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૪૯ રન બનાવ્યા હતા. પ્રથમ મેચ રમતા દેવદત્ત પદિકલ (૧૧) અને શાહબાઝ અહેમદ (૧૪) મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. કેપ્ટન વિરાટ કોહલીએ ૩૩ રન બનાવ્યા. ટીમે સતત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મેક્સવેલ સ્કોરને ૧૫૦ રનની નજીક લાવવા માટે એક છેડેથી વિકેટ ટકાવી રાખી હતી. મેક્સવેલે ૪૧ બોલનો સામનો કર્યો. ૫ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા. મેક્સવેલની આ આઈપીએલની ૭મી અર્ધસદી છે. 

હૈદરાબાદના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. ઝડપી બોલર જેસન હોલ્ડરે સીઝનની પહેલી મેચ રમીને ૩૦ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. લેગ સ્પિનર રાશિદ ખાન ફરી એકવાર કંજુસ સાબિત થયો હતો. તેણે ૪ ઓવરમાં માત્ર ૧૮ રન બનાવ્યા અને બે વિકેટ ઝડપી હતી. તેણે ડી વિલિયર્સની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી. ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને શાહબાઝ નદીમે એક-એક વિકેટ લીધી હતી.