વડોદરા, તા.૩

ર૬/૧૧ની ઘટના કરતાં મોટી અને દુનિયા યાદ રાખે એવી ઘટનાને અંજામ આપવા માટે પાકિસ્તાનમાં દાઉદના ફાર્મહાઉસમાં બેઠક મળી હતી. જેમાં લશ્કર એ તોયબાએ દાઉદ સાથે હાથ મિલાવી ગુજરાત અને મહારાષ્ટ્રના ડી કંપનીના જૂના સંપર્કોનો ઉપયોગ કરી મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડી કાઢી હોવાનું હાલમાં કાશ્મીરમાંથી ઝડપાયેલા બે ખૂનખાર આતંકીવાદીઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. આ પૂછપરછ પછી ટોચના ઈન્ટેલિજન્ટ સૂત્રોએ પણ એને અનુમોદન આપતાં ગુજરાતમાં સિરિયસ એલર્ટ જાહેર કરી પોલીસે ચાર દિવસ દરમિયાન મહ¥વની કામગીરી કરી હોવાની વાતને રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓએ પણ સમર્થન 

આપ્યું છે.

ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા મુજબ એલઈટી લશ્કરે તોયબાએ અંડરવર્લ્ડ ડોન જે હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે, તેની સાથે હાથ મિલાવી ર૬/૧૧ના મુંબઈના હુમલા જેવો બીજા આતંકી હુમલાની નાપાક યોજના ઘડી કાઢવામાં આવી છે. જેમાં ભારતની ધરતીને રક્તરંજિત કરવાનો પ્લાન ઘડાઈ ચૂકયો હોવાની માહિતી ટોચના ગુપ્તચર સૂત્રોને મળતાં આ સિરિયલ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં ઈસ્લામાબાદ ખાતે પાક.ના પૂર્વ પ્રધાનમંત્રી પરવેઝ મુશર્રફના ઈસ્લામાબાદના નિવાસસ્થાનની બાજુમાં ભારે સુરક્ષાકવચ ધરાવતા દાઉદના નિવાસસ્થાને જાસૂસી સંસ્થાના ઉચ્ચ અધિકારીઓએ પણ હાજરી આપી હતી.

અત્રે એ નોંધનીય છે કે, લશ્કર પાકસેના પાક જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને એલટીટીઈનું જાડાણ હવે જૂનું થઈ ગયું છે. મુંબઈ હુમલા બાદ ભારતીય સુરક્ષાદળોએ પશ્ચિમી કિનારાઓ ઉપર ધોંસ વધારતાં હવે ભારતીય એજન્સીઓનું ધ્યાન વાળવા આખી નવી યોજના તૈયાર કરી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ ગુપ્તચર વિભાગે પણ તૈયાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લશ્કરે એ તોયબાએ આ માટે શ્રીલંકાના લિબરેશન ટાઈગર્સ ઓફ તામિલ ઈલમ એલટીટીઈની મદદ લેવાનું નક્કી કર્યંુ છે. એલટીટીઈના આવકનો મુખ્ય સ્ત્રોત ડ્રગ્સનો કારોબાર છે જેનું સઘળું સંચાલન પાકિસ્તાનના હાથમાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક તરફ વિશ્વ આખું કોરોના વાઈરસની રોકથામમાં વ્યસ્ત છે ત્યારે ભારતીય સુરક્ષાદળોને ચકમો આપી ભારતમાં મોટાપાયે અશાંતિ સર્જવાનો મનસૂબો આ બેઠકમાં ઘડી કાઢયા બાદ એ યોજનાને અંજામ આપવા જમ્મુ-કાશ્મીરના રસ્તે ભારત મોકલાયેલા અને સુરક્ષાદળો દ્વારા ઝડપાયેલા બે આતંકીઓએ આપેલી માહિતીના પગલે ગુપ્તચર તંત્ર ચોંકી ઊઠયું હતું અને દેશભરની પાર કરીને ગુજરાત અને મહારાષ્ટ્રની સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી હતી.

ગુપ્તચરના અહેવાલ મુજબ ભારતના મોટા શહેરોને ટાર્ગેટ બનાવાયા છે પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્ર હિટલિસ્ટમાં છે. આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે અબ્દુલ રહેમાન મક્કી જે લશ્કર એ તોયબાનો સેકન્ડ કમાન્ડન્ટ છે તેને તાજેતરમાં કરાંચીની મુલાકાત લઈ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે યોજના અંગેની રણનીતિની વિસ્તૃત ચર્ચા કરી હોવાનું જણાવાયું છે. પાકિસ્તાની જાસૂસી એજન્સીએ દાઉદની ડી કંપનીને જણાવ્યું છે કે, તેમના ભારતના મોડયુલને પુનઃ સક્રિય કરે અને આખી યોજના પાર પાડે જેમાં ભારતમાં હથિયારો, વિસ્ફોટ અને આતંકીઓને ઘૂસાડયા બાદ હુમલાના સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી સામેલ છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, આઈએસઆઈ દ્વારા મુંબઈના ૨૬/૧૧ હુમલાની જેમ જ મોટા હુમલા કરી ઓગસ્ટ ૨૦૧૯માં કાશ્મીરમાંથી નાબુદ કરાયેલ ૩૭૦-એ ની કલમનો બદલો લેવાની સઘળી જવાબદારી દાઉદને સોંપી છે.

અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં જૈસ એ મોહમ્મદ જ આતંકી હુમલા કરતું હતું જેને આઈએસઆઈનું પીઠબળ હતું પરંતુ એનો વ્યાપ વધારવા ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની મદદ લેવાનું નક્કી કર્યંુ છે જે ૧૯૯૩ના બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી છે. આ ઘડાકામાં ૨૬૦ લોકોએ જાન ગુમાવ્યા હતા અને ૭૦૦ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આને ધ્યાનમાં રાખીને દાઉદ ઉપર આઈએસઆઈએ દબાણ કરી મોટી ઘટનાને અંજામ આપવાની જવાબદારી સોંપી છે અને દાઉદ ઈન્કાર કરી શકે એવી Âસ્થતિમાં નહીં હોવાની માહિતી બહાર આવતાં ગુપ્તચર તંત્ર ચોંકી ઊઠયું છે અને સિરિયસ એલર્ટ જાહેર કર્યું છે.