દિલ્હી-

તિરૂપતિથી લોકસભા સાંસદ દુર્ગાપ્રસાદનું નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિરૂપતિથી લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે તે એક અનુભવી નેતા હતા અને આંધ્રપ્રદેશના વિકાસમાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

વડાપ્રધાન એ ટવીટ કરીને જણાવ્યું કે લોકસભા સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવના નિધનથી દુ:ખી છું. તે એક અનુભવી નેતા હતા અને આંધ્રપ્રદેશના વિકાસના કામોમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ દુ:ખદ પરિસ્થિતિમાં હું તેમના પરિવાર અને મિત્રોની સાથે છું. ઓમ શાંતિ. 

ઉપરાષ્ટ્રપતિએ પણ શોક વ્યક્ત કર્યો દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ પણ સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેઓએ પોતાના ટવીટમાં લખ્યું કે 'તિરૂપતિથી લોકસભા સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવના અચાનક નિધન પર દુ:ખી છું. દુ:ખી પરિવારજનો અને સહયોગીઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છું. ઓમ શાંતિ. 

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ પણ દુર્ગાપ્રસાદને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેઓએ ટવીટ પર કહ્યું કે આંધ્રપ્રદેશના તિરૂપતિથી લોકસભા સાંસદ દુર્ગાપ્રસાદ બલ્લીના નિધનનું સાંભળી દુ:ખી છું. શોકમગ્ન પરિવાર પ્રતિ મારી સંવેદના છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી અને રાજનેતા રઘુવંશપ્રસાદ સિંહનું સારવાર દરમ્યાન નિધન થયુ હતું.