દિલ્હી-

ગુજરાત સહીત દેશભરમાં આજથી કોરોનાનું વેકસીનેશનનો બીજો તબકકો શરુ થયો છે. અને 60 વર્ષથી ઉપરના સામાન્ય નાગરીકો તેમજ 4પ વર્ષથી ઉપરના વ્યકિતઓ જેઓ કોઇ ને કોઇ ગંભીર બીમારીથી પીડાતા હોય તેઓને કોવીશીલ્ડ અને કોવીકસીન વેકસીન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રમાં વેકસીનેશનનો પ્રારંભ કર્યો છે અને તેના ભાગરુપે રાજયભરમાં આજે ખાનગી હોસ્પીટલોમાં વેકસીન આપવાનું શરુ થયુ છે. કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ તમામ કેન્દ્રીય મંત્રીઓ, રાજયના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તથા કેન્દ્ર તથા રાજય સરકારના ઉચ્ચ અધીકારીઓ ઉપરાંત બોર્ડ નીગમના ચેરમેન સહીતના તમામ લોકો પેઇડ વેકસીનેશનને જ અપનાવશે. એટલે કે તેઓએ સરકારી હોસ્પીટલમાં ની:શુલ્ક વેકસીનેશનમાં ભાગ લેવાનો નથી. પરંતુ ખાનગી ક્ષેત્રમાં જયા રૂ.250 ભરીને વેકસીનેશન કરવામાં આવે છે ત્યાંજ આ પદાધીકારીઓ અને અધીકારીઓ વેકસીન લેેશેે.

સરકારે અગાઉ જે કોરોના યોધ્ધાઓ જેમાં મેડીકલ અને પોલીસ સેવા સહીતના અધીકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. અને જે લોકો કોરોના સંક્રમણની કામગીરીમાં સીધી રીતે સંકળાયેલા છે અને જેઓને કોરોના વાયરસનું સંક્રમણ થવાનો સૌથી વધુ ચાન્સ છે તેઓને પ્રથમ તબકકામાં ની:શુલ્ક વેકસીનેશન કરાયુ હતુ. હવે બીજા તબકકામાં જેઓ કોરોના વેકસીનની ફી ભરી શકે તેમ નથી તેઓને સરકારી હોસ્પીટલમાં અને અન્ય માન્ય કેન્દ્રોમાં ની:શુલ્ક વેકસીન અપાશે. પરંતુ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તથા ઉચ્ચ અધીકારીઓએ પેઇડ વેકસીનેશનનો લાભ લેવાનો રહેશે.