દિલ્હી-

કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાની આગેવાનીવાળી ભાજપ સરકારના જળ સંસાધન મંત્રી રમેશ જરકીહોલીની સેક્સ સીડી બહાર આવતા ખળભળાટ મચ્યો છે. સામાજિક કાર્યકરે દિનેશ કલ્લાહલ્લીએ મંત્રીની કથિત સીડી જારી કરી હતી જે જોતજોતામાં વાઈરલ થઈ હતી.

કલ્લાહલ્લીનો આરોપ છે કે પીડિત મહિલા ઉત્તરી કર્ણાટકની રહેવાશી છે અને તે પોતાના વિસ્તારમાં બની રહેલા ડેમ પર ડોક્યુમેન્ટરી બનાવવા માગતી હતી તેથી તે મંત્રીને મળવા ગઈ હતી. મુલાકાતમાં મંત્રીએ મહિલાને નોકરીની લાલચ આપીને તેનું જાતિય શોષણ કર્યું. મંત્રીને જ્યારે સીડીની ખબર પડી ત્યારે તેમણે મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરુ કર્યું હતું. કાર્યકર કલ્લાહલ્લીએ દાવો કર્યો કે સીડીમાં વીડિયો ક્લિપ અને ફોટોમાં મંત્રી મહિલા સાથે કઢંગી હાલતમાં દેખાય છે. સેક્સ સીડીમાં નામ બહાર આવતા મંત્રી જરકીહોલીએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી યેદિયુરપ્પાને મોકલી આપ્યું હતું. જરકીહોલીએ કહ્યું કે મને વિશ્વાસ છે કે હું આ આરોપમાંથી નિર્દોષ સાબિત થઈ જઈશ. આ વિવાદ પર બોલતા જરકીહોલીએ જણાવ્યું કે મને ઘણો આઘાત લાગ્યો છે. આ મારી સામેનું એક મોટું કાવતરુ છે. એક ત્રીજા વ્યક્તિએ મારી સા મે ફરિયાદ કરી છે. તેનાથી ખબર પડે છે કે આ કોઈના કહેવાથી થઈ રહ્યું છે. હું પ્રેસ કોન્ફરન્સ કરીને મારા મનની વાત જણાવીશ.