દાહોદઃ આજરોજ ઇન્દોર અમદાવાદ હાઈવે પર રામપુરા ગામે ખુશી હોટલ નજીક વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર દાહોદ તાલુકાના જેકોટ ગામ ના કાકા ભત્રીજા બંને સ્થળ પર જ કાળનો કોળીયો બન્યા નુજાણવા મળ્યું છે પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ-ઇંદોર નેશનલ હાઈવે પર આવેલ રામપુરા ગામ ખાતેની ખુશી હોટલ નજીક વહેલી સવારે સવા છ વાગ્યાના સુમારે એક ટ્રક કન્ટેનરનો ચાલક તેના કબજાનો જીજે.૦૬ એએક્સ. ૦૮૩૫ નંબરની કન્ટેનર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રામપુરા ગામે ખુશી હોટલ નજીક રોડની સાઈડમાં જીજે.૨૦.એડી.૭૭૦૮ નંબરની મોટરસાયકલ લઇને ઉભેલા જેકોટ ગામ ના વજેસિંહ ભાઈ રાયસીંગભાઈ ચૌહાણ અને તેમનો ભત્રીજાે શાંતિલાલ અભેસિંગ ચૌહાણ એમ બંને કાકા-ભત્રીજાને અડફેટમાં લઇ લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બંને કાકા-ભત્રીજાને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતા તેઓ બન્નેનું સ્થળ પર જ કમ કમાટી ભર્યું મોત નીપજયું હતું જયારે ટ્રક કન્ટેનર નો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો ઘટનાની જાણ થતા જ મરણ જનાર કાકા-ભત્રીજાના પરિવાર જનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોના હૈયાફાટ રૂદનથી હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મરણ જનાર બંને કાકા-ભત્રીજા ની લાશ નું પંચો રૂબરૂ પંચનામું કરી પીએમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી ટ્રક કન્ટેનરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.