વડોદરા-

અમદાવાદથી મુંબઇ તરફ જઇ રહેલી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન સાથે આજે વડોદરા રેલ્વે સ્ટેશન પર દુર્ઘટના થઇ હતી. વડોદરા રેલવે સ્ટેશન ઉપરથી મુસાફરોને લઇને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇ તરફ રવાના થઇ હતી. તે દરમિયાન એન્જિન ડબ્બા સાથે છુટ્ટા પડી ગયા હતા.ઘટનાની જાણ ટ્રેનમાં સવાર મુસાફરોને થતા હોબાળો મચાવ્યો હતો. જેથી અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે, ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જે બાદ એન્જિન સાથે ટ્રેનના ડબ્બા જોડવાની કામગીરી શરૂ કરાઈ હતી.

મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જવા કર્ણાવતી એક્સપ્રેસ(02934)નીકળી હતી. દરમિયાન વડોદરા બાદ આવતા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન સુધી કર્ણાવતી એક્સપ્રેસ પહોંચે તે પહેલાં એન્જીન માત્ર બે ડબ્બા એન્જિન સાથે આગળ નકળી ગઇ હતી.કર્ણાવતી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા વિકાસ શર્મા નામના મુસાફરે વીડિયો ઉતારી પોતાના ટિ્વટર ઉપર વાઈરલ કરી દીધો હતો. આ વીડિયો રેલવેના ધ્યાન ઉપર આવતા તુરંત જ રેલવેની ટેક્નિકલ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને છૂટા પડેલા ડબ્બાને જોઇન્ટ કરીને રવાના કરી હતી.