શિવજીને ભોળાનાથ કહેવામાં આવે છે, શીવજીની ભક્તિ કરો એટલે ભોળાશીવ પ્રસન્ન થઇને તમને વરદાન આપી દે છે. દુનિયામાં શિવજીના પરમ ભક્તોની સંખ્યા કરોડોમાં છે પરંતુ શીવજી વિશે નાની નાની કથાઓ કદાચ લોકોને ખબર નહી હોય. શું તમને ખબર છે કે તેમના ગળામાં વાસૂકી નાગ કેમ છે, શીવજીનો શણગાર પણ અન્ય દેવી દેવતાઓ કરતા ભિન્ન છે. ત્યારે આજે અમે તમને શીવજીના ગળામાં રહેલ વાસૂકી નાગ વિશે જણાવીશું.

વાસૂકીને નાગલોકના રાજા માનવામાં આવતા હતા અને તે ભગવાન શિવના પરમભક્ત હતા. એવુ માનવામાં આવે છે કે શીવલિંગની પૂજા અર્ચના પણ નાગ જાતિના લોકોએ જ પ્રારંભ કરી હતી. શીવજી વાસૂકીની શ્રદ્ધા અને ભક્તિથી ખૂબ પ્રસન્ન થયા અને તેમણે ખુશ થઇને વાસૂકીને તેમના ગળામાં ધારણ કરી લીધા હતા. શીવજીએ વાસૂકીને પોતાના ગળામાં રહેવાનું વરદાન આપ્યુ હતુ માટે શીવજીના ગળામાં વાસૂકી નાગનો વાસ છે.