વલસાડ, તા.૩ 

આખી દુનિયામાં આતંક મચાવી રહેલ કોવિડ-૧૯ વાઇરસ થી બચવા હાલ ના તબક્કે સરકારે સામાજિક અંતર રાખવા અને મસ્ક પહેરવા ફરજિયાત કર્યું છે. ઘાતક કોરોના ની દહેશત માં જીવી રહેલ પ્રજા સરકાર ના આદેશ નું પાલન પણ કરી રહી છે તેમ છતાં ચેપી રોગ હોવા થી કોરોના નો સંક્રમણ માં વધારો થતો રહ્યો છે.સરકારે લોકો ના હીત નું વિચારી ખાનગી હોસ્પિટલ ના ડોકટરો ને પણ કોરોના ના દર્દીઓ ની સારવાર માટે સુચના આપી છે જે બાદ સેવા ને જ પોતાના ધર્મ સમજતા ખાનગી હોસ્પિટલ ના ડોકટરો પણ જીવ ના જોખમે કોરોના ના દર્દીઓ ની સારવાર કરી રહ્યા છે. કોરોના ના દર્દીઓ ની સંખ્યા માં એટલો વધારો થઈ ગયો છે કે હોસ્પિટલ માં બેડ મળવી પણ મુશ્કેલ થઈ છે. કોરોના ના દર્દીઓ ની દુર્દશા જોઈ દ્રવી ઉઠેલ વલસાડ ની નામાંકિત હોસ્પિટલ ઝેનીથ ડોકટર હાઉસના સંચાલકો એ લોકો ના હીત નું વિચારી વશિયર ના કન્ટ્રી કલબ ખાતે ૪૦ પથારી નીક્ષમતા વાળું કોવિડ કેર સેન્ટર નું નિર્માણ કર્યું છે.

ડોકટર કુરૈસી ના સંચાલન હેઠળ નિર્માણ કરવા માં આવેલ આ કોવિડ સેન્ટર ના ઉદ્‌ઘાટન માં સાંસદ કેસી પટેલ ,ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય ભરતભાઇ પટેલ , વલસાડ કલેકટર રાવલ, ડીડીઓ અર્પિતા સાગર, કન્ટ્રીકલબ ના માલીક અશોક ભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ચાઈલ્ડ કેસો, ડાયાબિટીસ, કિડની, હાર્ટ અને કેન્સર ના તકલીફ વાળા દર્દીઓ , ૬૦ થીવધુ ઉંમર ના દર્દીઓ, સારા થઈ રહેલા દર્દીઓ ને આઇસોલેસન ની જરૂર વાળા દર્દીઓ જે દર્દીઓ થી કોરોના નો ચેપ લાગવાનો ભય હોય તેવા દર્દીઓ ને આ સેન્ટર માં રાખવા માં આવશે વલસાડ કલેકટર રાવલે સંસદ અને ધારાસભ્યો તેમજ અન્ય આગેવાનો ની મદદ થી ઝેનીથ ડાૅક્ટર હાઉસ હોસ્પિટલ ના પ્રખ્યાત ડો.કુરેસી દ્વારા નિર્મિત કરવા માં આવેલ આ કોવિડ સેન્ટર ને બિરદાવી હતી.