વડોદરા : વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે એક તરફ દુકાનો અને મોલ સીલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શહેરના વિશાળ એવા નવલખી મેદાન ખાતે નાના મોટા ક્રિકેટ પ્રેમીઓ દિવસ દરમિયાન ક્રિકેટ રમવા આવતાં હોય છે. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડી રહ્યા છે. 

નવલખી મેદાનમાં મોટી સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડતાં ભારે ભીડ જાેવા મળી હતી, જ્યાં ક્રિકેટ રમવા ભેગા થયેલા યુવાનોમાં મેદાન પર સોશિયલ ડિસ્ટન્સના અભાવની સાથે સાથે માસ્ક પહેર્યા વગર જ રમતા જાેવા મળી રહ્યા હતા. એ જ પ્રમાણે કેટલાક ધાર્મિક સ્થાનોમાં પણ દર્શનાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળી રહ્યો હતો.