ગાંધીનગર-

વિધાનસભાના સત્ર પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા જ નથી. તમામ મોરચે સરકારની કામગીરી સારી રહી છે.

ગુજરાત વિધાનસભા સત્રના પ્રારંભ પહેલા ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે આજે વિધાનસભા સત્રમાં પ્રારંભમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. કૃષિ બિલને લઇને ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે ખેડૂત દેશના કોઇપણ ખુણામાં પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે. તેમજ કોંગ્રેસનો વિરોધી બેનર સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. 

જો કે બીજી તરફ કોંગ્રેસના અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્ય અને જમાલપુરના ધારાસભ્ય સરકાર વિરોધી બેનર સાથે વિધાનસભા સંકુલમાં પ્રવેશ્યા હતા. ગુજરાત રાજ્યમાં સરકાર કોરોનામાં નિષ્ફળ રહી હોવાનો બંને ધારાસભ્યોએઆક્ષેપ કર્યો છે. રાજ્યમાં પ્રજા બેરોજગાર છે ત્યારે પોલીસ દંડાનો માર મારી રહી છે.

કોરોનામાં નિષ્ફળ સરકાર પ્રજાને મારે દંડાનો માર જેવા બેનર સાથે પ્રવેશ કર્યો છે. કોંગ્રેસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર કોરોનાને નાથવાનાં નિષ્ફળ રહી છે અને પોલીસને માસ્કનો દંડ વસૂલવા ટાર્ગેટ આપે છે. આ મુદ્દાને પાંચ દિવસના સત્રમાં ઉઠાવવામાં આવશે.