દિલ્હી-

એરફોર્સના ઉચ્ચ અધિકારીઓમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. એર માર્શલ વિવેક રામ ચૌધરીને એર હેડક્વાર્ટર ખાતેના એર સ્ટાફના આગામી ચીફ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી એવા એર માર્શલ વી.આર.ચૌધરીને ફાઇટર પાઇલટ તરીકે 29 ડિસેમ્બર 1982 ના રોજ એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં અનેક મુખ્ય હોદ્દાઓ સંભાળ્યા છે.ભારતીય વાયુ સેનાના સ્વોર્ડ આર્મ તરીકે ઓળખાતી વેસ્ટર્ન એર કમાન્ડ લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના ભાગોમાં ચીન અને પાકિસ્તાન બંને સાથે ભારતની સરહદોની દેખરેખ રાખે છે.પશ્ચિમ હવાઈ કમાન્ડના ચીફ તરીકે એર માર્શલ વિવેક ચૌધરીની પોસ્ટિંગ એવા સમયે આવી જ્યારે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં એલએસી પર સરહદ વિવાદ વધ્યો છે આ ઉપરાંત પાકિસ્તાનની નાપાક હરકતો પર પણ ધ્યાન રાખવાનું હોય છે. એર માર્શલ વિવેક ચૌધરીને લશ્કરી એવોર્ડ ‘અતિ વૈશિષ્ટ સેવા મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ ‘ઉત્તમ યુધ્ધ સેવા મેડલ’ ની સમકક્ષ છે. 1982 માં કાર્યભાર સંભાળ્યા પછી, વિવેક ચૌધરી 1993 માં સ્ક્વોડ્રોન લીડર બન્યા. તેમની 1999 માં વિંગ કમાન્ડર, 2006 માં ગ્રુપ કેપ્ટન, 2009 માં એર કમોડોર, 2013 માં એર વાઇસ માર્શલ અને ઓક્ટોબર 2018 માં એર માર્શલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.