વડોદરા : હરણી રોડ પર સંવાદ ક્વાટર્સમાં લાંબા સમયથી એકલવાયુ જીવન જીવતા મૃતક આર્મિમેનની વૃધ્ધ પત્ની અને અપરિણીત પુત્રીનું ચારેક દિવસ અગાઉ મકાનમાં ભેદી સંજાેગોમાં મોત થયા બાદ બંનેના મૃતદેહો મકાનમાં પડી રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં બંને મૃતદેહો મકાનમાં પડી રહેવાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ હતી જેના પગલે સ્થાનિક રહીશોએ તપાસ કરતા માતા-પુત્રીના મોતની જાણ થઈ હતી. આ બનાવની વારસિયા પોલીસને જાણ કરાતા પોલીસે બંને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

સંવાદ ક્વાટર્સમાં રહેતા આર્મિમેનની વિધવા પત્ની ૭૬ વર્ષીય તારાબેન બાળાસાહેબ પવારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. આ પૈકી તેમની ૫૧ વર્ષીય પુત્રી આરતીએ લગ્ન નહી કરતા તે માતા સાથે રહેતી હતી. જાેકે તારાબેનને તેમના બંને પરિણીત પુત્ર અને પુત્રી કે તેઓના સંતાનો સાથે લાંબા સમયથી કોઈ સંબંધ નહોંતો જેથી તેઓ ક્યારેય ઘરે આવતા નહોંતા. આ ઉપરાંત તારાબેન અને તેમની પુત્રી આરતી કેટલાક સમયથી માનસિક અસ્વસ્થ જેવી સ્થિતિમાં હોઈ તેઓ દિવસભર મકાનમાં જ પુરાઈ રહેતા હતા. તેઓને પાડોશીઓ સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નહોંતા કે તેઓની સાથે બોલચાલ પણ કરતા નહોંતો. એટલું જ નહી બાળકો જાે તેઓના ઘર પાસે રમવા જાય તો તેઓ બાળકોને પણ રમવા દેતા નહોંતા અને તેઓના આવા સ્વભાવના કારણે પાડોશીઓ પણ તેઓની કોઈ દરકાર કરતા નહોંતા.

જાેકે છેલ્લા ચારેક દિવસથી માતા-પુત્રીના ઘરમાંથી રેડીઓ વાગવાનો અવાજ આવતો હતો પરંતું તેઓ બિલકુલ બહાર નીકળ્યા નહોંતા અને આજે સવારથી તેઓના ઘરમાંથી માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થઈ હતી. દુર્ગંધથી કંટાળેલા પાડોશીઓએ તપાસ માટે તારાબેનના મકાનનો માત્ર આડો કરેલો દરવાજાે ખોલ્યો હતો જેમાં બંને માતા-પુત્રીના મૃતદેહો જમીન પર પડ્યા હોવાનું નજરે ચઢતા પાડોશીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બનાવની તેઓએ જાણ કરતા જ વારસિયા પોલીસ મથકના પીઆઈ કિરીટસિંહ લાઠિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. માતા-પુત્રીના ભેદી સંજાેગોમાં સામુહિક મોતના પગલે પોલીસે એફએસએલની ટીમને બોલાવી મૃતદેહો અને મકાનમાં તપાસ કરાવ્યા બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અંગે પીઆઈ લાઠિયાએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ ભારે ગરીબીમાં જીવન વ્યતિત કરતા માતા-પુત્રીના મોત કોરોનાના કારણે થયા હોવાની શંકા છે તેમજ બંને લાશો ચારેક દિવસ પડી રહેતા ડીકંપોઝ થવાના કારણે તેમાંથી સાધારણ રક્તસ્ત્રાવ થયો છે. બંને લાશોના આરટીપીસીઆર ટેસ્ટ કરાયા છે અને આવતીકાલે તેના રિપોર્ટ બાદ પોસ્ટમોર્ટમનો નિર્ણય લેવાશે.

તારાબેનની પૌત્રી હરણી પોલીસ

મથકમાં એલઆરડી છે

પોતાની અપરિણીત પુત્રી સાથે ભેદી સંજાેગોમાં મોત પામેલા તારાબેનની એક પૈાત્રી હરણી પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવે છે. આ બનાવના પગલે તે પણ દાદીના ઘરે દોડી આવી હતી. જાેકે તેને તેમજ તેના પિતાને ઘણા વર્ષોથી તેની દાદી કે ફોઈ સાથે કોઈ પણ પ્રકારના સંબંધ ન હોઈ તેની પાસે બંને મૃતકો અંગે કોઈ જાણકારી નથી તેમ માધ્યમોને જણાવ્યું હતું.