વડોદરાઁઃ દુષ્કર્મ મામલામાં આરોપીને અદાલત સમક્ષ રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવાયા છે. એ અગાઉ હોસ્પિટલમાં લઈ જઈ રાજુભટ્ટનો પોટેન્સી ટેસ્ટ કરી વીર્યના નમુના લીધા હતા. ડી.એન.એ.ના પણ નમુના લેવા આંતર વસ્ત્રો કબજે લેવાયા હતા. બધા નમુનાનાં પરીક્ષણ માટે એફ.એસ.એલમાં મોકલાયા હતા. બીજી તરફ પિડીતાના ફોટાની તપાસ માટે રાજુ ભટ્ટનો મોબાઈલ પણ જપ્ત કરી તપાસ શરૂ થઈ છે. પિડીતાની ફરિયાદ અને આરોપીની કબુલાતમાં વિરોધાભાસ હોવાથી પોલીસ માટે મુશ્કેલી ઉભી થઈ છે. ફરાર મુખ્ય આરોપીની તપાસ માટે ટીમો જુદા જુદા સ્થળે કાર્યરત છે.

રાજુ ભટ્ટને સાથે રાખી ક્રાઈમ બ્રાંચ દ્વારા આવતી કાલે દુષ્કર્મની ઘટના સ્થળોએ લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાવામાં આવશે. એમ ક્રાઈમ બ્રાંચના એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યું છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ પિડીતાની ફરિયાદને ધ્યાનમાં રાખી ઘટના સાથે સંકળાયેલા મજબુત પુરાવા એકઠા કરી રહ્યાં છે.

બીજી તરફ જુનાગઢથી ઝડપાયેલા આરોપી રાજુ ભટ્ટે પિડીતા સાથે સમંતિથી ચારવાર શરીર સંબંધ બંધાયો હોવાની કબુલાત કરી છે. પરંતુ એમાં આજવા રોડના ડવડેક ફલેટનો જે ઉલ્લેખ છે. ત્યાં પિડીતા અશોક જૈનના તો શુ કાનજી મોકરીયાને મળ્યા પહેલા રહેતી હતી જેને લઈ સમય ગાળો લાંબો છે જે મોટી શંકા ઉભી કરે છે.

ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા રિકન્સ્ટ્રકશન માટે રાજુ ભટ્ટને નિર્સગ ફલેટ, હેલીગ્રીન ફલેટ અને ડવડેક એપાર્ટમેન્ટ ખાતે લઈ જવાશે ત્યારે સમયગાળાની પુછપરછમાં રાજુભટ્ટનું જુઠ્ઠાણુ પકડાઈ શકે છે. પોલીસ હજી પિડીતાના ફોટા રાજુ ભટ્ટે વાયરલ કર્યા છે કે અશોક જૈન કે પછી પીડીતાના મિત્રએ એ શોધવાનું બાકી છે. જાે કે ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજુ ભટ્ટનો મોબાઈલ ફોન જપ્ત કરી એની તપાસ માટે એફ.એસ.એલને મોકલી અપાયો છે. એના રીપોર્ટ બાદ જ પિડીતાના આપતીજનક ફોટા વાયરલ કરવામાં કોનો શું રોલ એની સત્તાવાર જાણકારી મેળવી શકાશે.

ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ રાજુ ભટ્ટની સાથે સાથે કાનજી મોકરીયાની રીમાંન્ડ દરમ્યાન પુછપરછ કરી રહ્યા છે અને દુષ્કર્મની ઘટના અંગેની વિગતો મેળવી રહ્યા છે.

પીડિતા યુવતી બે ત્રણ દિવસ માટે વતન જવા માટે નીકળી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. એ આવ્યા બાદ ક્રોસ ઈન્ટ્રોગેશનમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે. પોલીસને જાણ કરી પરવાનગી લીધા બાદ દુષ્કર્મ ઘટનાથી ચિંતિત પરિવારજનોને મળવા માટે પીડિતા વતન ગઈ છે જે ટૂંકા રોકાણ બાદ પરત ફરશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

સમા ખાતે લઈ જઈ આરો૫ીના પુત્રને માર મરાયો : સારવાર માટે દવાખાનામાં દાખલ

ગોત્રી રેપકાંડના આરોપી અશોક જૈનના પુત્રને પોલીસે અસહ્ય માર મારતાં સારવાર માટે કારેલીબાગની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. ક્રાઈમ બ્રાન્ચથી કોઈને જાણ ન થાય એ રીતે સમા વિસ્તારમાં લઈ જઈને ઈજાના નિશાન ના રહે એ રીતે પોલીસે અશોક જૈન ક્યાં છે, એવા સવાલનો જવાબ મેળવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચરિંગ કર્યું હતું. જેના કારણે જૈન પરિવારમાં ડરનો માહોલ સર્જાયો છે અને આ અંગે ઉચ્ચકક્ષાએ આરોપીના પરિવારનો શું વાંક? એવી રજૂઆત કરવામાં આવી છે.

પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ ત્રણ દિવસના રિમાન્ડ પર

દિવાળીપુરાના નિસર્ગ કોમ્પલેક્સમાં તેમજ ગોત્રી વાસણા રોડ વિસ્તારના હેલિગ્રીબ ટાવરના એક ફલેટમાં એક માસ પહેલાં પરપ્રાંતીય યુવતી પર બળાત્કાર ગુજારવાના આરોપ હેઠળ ધરપકડ કરાયેલા પાવાગઢ મહાકાળી મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાન્ચે અદાલતમાં રજૂ કરીને દિન-૩ના રિમાન્ડ મેળવ્યા છે.

આરોપી રાજુ ઉર્ફે હેમંત ત્રંબકલાલ ભટ્ટની જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો. તેણીના બેડરૂમમાં સ્પાય કેમેરા કોણે અને કેવી રીતે ગોઠવ્યા હતા, નગ્ન ફોટા કઈ રીતે આવ્યા અને આ ફોટા મોકલવા પાછળનું કારણ શું છે જેવી વિવિધ પૂછપરછમાં આરોપી પોલીસને સંતોષકારક જવાબ આપતો નથી. પીડિતાના ફલેટ પર ગત તા.૪ સપ્ટે.ના રોજ બળાત્કાર અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું તે દિવસે આરોપીએ કઈ કારનો ઉપયોગ કર્યો હતો. ગત તા.પ સપ્ટે.ના રોજ પીડિતાને ફોટા મોકલવાની સાથે વાયરલ કર્યા હતા, જે ફોટા વાયરલ કરવામાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ કરીને પુરાવાઓ એકત્રિત કરવાના બાકી છે. આરોપી પીડિતાને ક્યારથી ઓળખે છે, અગાઉ ક્યાં ક્યાં મળ્યા હતા અને શા માટે જે સંદર્ભે પૂછપરછ કરવાની બાકી છે. સહારા ડીલ બાબતે પીડિતાને આરોપી મળ્યો હતો જે ડીલ અંગેની માહિતી મેળવવાની સાથે આ ડીલમાં કોણ કોણ સામેલ હતું. આરોપી અશોક જૈન પીડિતાને અવારનવાર ઈન્વેસ્ટરોને ખુશ કરવા માટે જણાવતા હતા, તો આ ડીલમાં બીજા કોણ કોણ ઈન્વેસ્ટરો છે અને બીજા કોની કોની સંડોવણી છે જે બાબતે પુરાવાઓ એકત્રિત કરવા આરોપીની કસ્ટડીની જરૂરી છે. આમ જઘન્ય કૃત્ય કરનાર આરોપી રાજુ ભટ્ટ ગુનાની તપાસમાં સહકાર આપતો ન હોવાથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજુ ભટ્ટને અદાલતમાં રજૂ કરીને દિન-૧૪ના રિમાન્ડની માગણી કરતાં અત્રેની અદાલતે તેને આગામી ૩ ઓકટોબર સુધી રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.