વડોદરા : બંગાળની ખાડીમાં સર્જાયેલું લો ડીપ્રેશનની સિસ્ટમ બાદ લો પ્રેશરની સ્થિતી સર્જાતા આગામી તા.૨૩ સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ જણાવવામાં આવી છે.આગાહીઓ વચ્ચે પંચમહાલ જીલ્લામાં મેધરાજાનું તાંડવ જાેવા મળ્યું હતું.શહેરમાં અનેક લોકોનું પર્યટન સ્થળ જાંબુધોડા ખાતે છ કલાકમાં છ ઈંચ અને બોડેલી ખાતે પાંચ ઈંચ વરસાદ વરસતા જીમીરા અને કેરેવાન રીસોર્ટ પાણીમાં ગરકાવ થયું હતું જેથી અનેક પર્યટકો અટવાયા હતા.માતાજીના ધામ એવા પાવાગઢ ખાતે પણ વરસાદના કારણે અનેક ભક્તો અટવાયા હતા. વરસાદના કારણે હાલોલ થી બોડેલી તરફ જતો માર્ગ બંધ કરવામાં આવતા અનેક લોકો અટવાયા હતા. શહેરમાં પણ દિવસ દરમ્યાન કાળા ડિંબાગ વાદળોની સાથેે ૧૬ એમ.એમ. વરસાદ વરસતા નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સવારથી જ વરસાદી માહોલ રહેતા નોકરીયાત વર્ગને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.શહેરના મુખ્ય પાણીનો સ્ત્રોત એવો આજવાની સપાટીમાં પણ વધારો જાેવા મળ્યો હતો. વિવિધ વિસ્તારોમાં સરીસૃપો નિકળવાની ધટના પણ જાેવા મળી હતી.

પાવી જેતપુર તાલુકામાં વરસાદથી ઠેર ઠેર નુકસાન : કદવાલમાં ટેન્કર તણાયું

પાવી જેતપુર તાલુકામાં આજે ભારે વરસાદને પગેલ ઠેર ઠેર નુકસાન જાેવા મળ્યું છે. જેમાં કેટલીક જગ્યાએ રસ્તા પર ઝાડ પડ્યા, કદવાલ ખાતે ટેન્કર પણ તણાઇ ગયું હતું. અને કોતર, નદી, નાળા છલકાયાં હતા. પ્રાપ્ત માહીતી મુજબ પાવી જેતપુરમાં આજે વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસ્યો હતો અને બપોરના ૨ વાગ્યા સુધી મુશળધાર વરસાદ વરસ્યો, જેમાં ઠેર ઠેર નુકસાન જાેવા મળ્યું હતું. આજે વરસેલા વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા હતા. કોતરમાં પૂર આવ્યા હતા જેને લઈને રસ્તા જાણે નદી બની ગયા હતા. વધુ પડતાં વરસાદને પગલે કદવાલ ખાતે ભારે પાણી આવતા મસ્જિદ ફળીયામાં ગ્રામ પંચાયાતનું એક ટેન્કર તણાઇ ગયું હતું. જે નજીકમાં જ કોજવે પર અટકી જતાં ટેન્કર મળી આવ્યું હતું. જ્યારે પાની ગામ ખાતે રસ્તા પર બાવળનું વૃક્ષ ધારાસાઈ થતાં રસ્તો બંધ થઈ ગયો હતો. આ ઉપરાંત બાર ગામ ખાતેસાગનું વૃક્ષ પડી જતાં અત્યા આપણ રસ્તો બંધ થઇ ગયો હતો જે બંને ઝાડને વન વિભાગ દ્વારા હટાવાતા રસ્તો ફરીથી કાર્યરત થયો હતો.