મહેસાણા-

મહેસાણા જિલ્લાના કડીમા ૩૫૦, જોટાણામાં ૧૯૧, મહેસાણામાં ૧૭૫, ઉમરગામમાં ૧૩૪, સુરત જિલ્લામાં ઉમરપાડામાં ૨૫૬, સુરત શહેરમાં ૧૬૨, કામરેજમાં ૧૩૧, મહેસાણા જિલ્લાના બેચરાજીમાં ૨૨૪, પાટણ જિલ્લાના સરસ્વતીમાં ૨૦૯,રાધનપુરમાં ૧૬૨, હારીજ અને પાટણમાં ૧૬૦ મીલીમીટર વરસાદ નોંધાયો છે.

ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવરમાં ૨૨૪ લાખ કયુસેક નવા પાણીની આવક થઇ છે અને તેના કારણે ડેમની સપાટી ૧૨૬.૮૯ મીટર થવા પામી છે. સરદાર સરોવર ડેમની કુલ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. કડાણા ડેમમાં બે લાખ કયુસેક નવા પાણીની આવક થવા પામી છે. ૬૮ ડેમ સો ટકા ભરાઈ ગયા છે. ૧૦૮ ડેમ હાઇ એલર્ટ પર છે. અને ૧૪ ડેમ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 

પૂર્વ રાજસ્થાનના મધ્ય ભાગમાં સાયકલોનિક સરકયુલેશન છવાયું છે. આવી જ રીતે અરબી સમુદ્રમાં નોર્થ ઇસ્ટ દિશામાં બીજું એક સાઇકલોનિક સરકયુલેશન સર્જાવા પામ્યુ છે. અને તેના કારણે આગામી બે દિવસ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા અને સૌરાષ્ટ્ર્રમાં મોરબી, રાજકોટ,સુરેન્દ્રનગર, જામનગર,કચ્છ, દ્રારકા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.