ભરૂચ 

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભરૂચનાં ચાવજ, ઝનોર સહિતનાં ગામોનાં ૧૦૦થી વધુ નવયુવકો, કાર્યકરોએ ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ સાથે જોડાયા છે. ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર હોય તે પહેલા રાજકીય વાતાવરણમાં ગરમાવો આવતા ભરૂચમાં રાજકીય વાતાવરણ જામ્યું છે.

ચાવજ અને ઝનોરનાં માલધારી સમાજના પ્રમુખ સહિતનાં નવયુવકો કોંગ્રેસ પક્ષ સાથે જોડાતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાં આગેવાનોએ તેમણે આવકાર્યા હતા અને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જોડાતા નવયુવકો સાથે પ્રમુખ સહિતનાં કોંગ્રેસી આગેવાનોએ નવયુવકને આવકાર્યા હતા.એક તરફ સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. કેટલાક જીલ્લાઓમાં લોકો વિવિધ પક્ષોનો છેડો ફાડી અન્ય પક્ષોમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભરૂચના ચાવજ ગામના માલધારી સમાજના લોકોએ ગૌચરની જમીન ગુમાવી દેતા તથા તંત્રએ માલધારી સમાજની ગૌચરની જમીન ઉદ્યોગપતિઓને પધરાવી દેવાના ગંભીર આક્ષેપો કરી સમાજના આગેવાનો અને યુવાનો સહિત ઝનોર ગામના યુવાનો મળી ૧૦૦થી વધુ લોકો જાેડાયા હતા.આ તબક્કે ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાએ ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર અને કલેક્ટર સામે આક્ષેપો કરી ઉમેર્યું હતું કે તંત્ર દ્વારા ઉદ્યોગપતિઓને ગૌચરની જમીન ફાળવી દેવામાં આવે છે. ગૌચરની જમીન માટે વારંવાર જીલ્લા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ત્યારે ભરૂચ જીલ્લાના કલેકટર પણ આંખ આડા કાન કરી આહીર સમાજની કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી.