મુંબઈ-

આજથી ત્રણ વર્ષ પહેલા હૈદરાબાદમાં એક જઘન્ય બળાત્કારનો કેસ બન્યો હતો. આ કેસમાં રસ્તા પર સ્કૂટી પર જઈ રહેલી છોકરી પર 4 લોકોએ ગેંગરેપ કર્યો હતો. આ પછી પીડિત યુવતીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ સમાચાર આવ્યા બાદ આખા દેશમાં હંગામો મચી ગયો હતો. લોકોએ સોશિયલ મીડિયા પર પીડિતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો. દોષિતો સામે પગલાં લેવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઘણા ફિલ્મી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર આ બળાત્કાર કેસમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ કલાકારોમાં બોલિવૂડની સાથે દક્ષિણ ભારતીય ફિલ્મો સાથે સંકળાયેલા ઘણા મોટા કલાકારોનો પણ સામેલ હતા. આ કલાકારોએ પોતાનો મત રાખતી વખતે એક ભૂલ કરી હતી. તેમને આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતી વખતે પીડિતાની ઓળખ જાહેર કરી દીધી હતી. ભારતીય કાયદા મુજબ બળાત્કારના કેસની પીડિતાની ઓળખ જાહેર કરવી એ ગુનો છે. આમ કરવા માટે નિયમો મુજબ સજાની જોગવાઈ છે. આ અંગે દિલ્હી સ્થિત વકીલ ગૌરવ ગુલાટીએ આ 38 સ્ટાર્સ સામે કેસ દાખલ કર્યો છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ ફિલ્મો સિવાય પણ બીજી ઘણી બાબતે ચર્ચાઓમાં આવતા જ રહે છે. આ વખતે પણ આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને અજય દેવગણ સહિત 38 ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધવામાં આવ્યો છે. બાકીના ફિલ્મ સ્ટાર્સમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના કલાકારો પણ સામેલ છે. આ કેસ દિલ્હીના વકીલ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો વાસ્તવમાં વર્ષ 2019 સાથે જોડાયેલો છે.