દિલ્હી-

કોરોનાની બીજી લહેર હજુ સમાપ્ત નથી થઈ ત્યારે ત્રીજી લહેરની આગાહીઓએ સરકાર અને લોકોને ચિંતામાં મુક્યાં છે. ભારત સહીત પુરા વિશ્વમાં વધી રહેલા કેસોના કારણે ચિંતાના વાદળો છવાયાં છે. ભારતના 13 રાજ્યો એવા છે કે જ્યાં મહિનાની શરૂઆતમાં, કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, પરંતુ હવે ધીરે – ધીરે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાજેતરમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે. ભારતમાં દરરોજ આવતા નવા કોરોના કેસની સંખ્યા 40 હજારની આસપાસ હોય છે. ત્યારે, ગયા અઠવાડિયે વિશ્વમાં કોરોનાના 34 લાખ નવા કેસ નોંધાયા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ જણાવ્યું છે કે ગયા અઠવાડિયે કોરોના વાયરસના 4.4 મિલિયનથી વધારે નવા કેસો નોંધાયા છે, જે પાછલા અઠવાડિયા કરતા 12 ટકા વધારે છે. પણ રાહતની વાત એ પણ છે કે મૃત્યુઆંક ઓછો છે.સંયુક્ત રાષ્ટ્ર(UN)ની આરોગ્ય એજન્સીનું કહેવું છે કે મૃત્યુઆંકની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે, વિશ્વભરમાં લગભગ 57,000 લોકો કોરોનાથી મૃત્યું પામ્યા હતાં. એવું જાણવા મળ્યું છે કે કોરોનાના કેસોમાં સૌથી વધુ વધારો પશ્ચિમી પેસિફિક અને યુરોપિયન દેશોમાં થયો છે.WHOએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે કોરોનાના મોટાભાગના કેસો ઇન્ડોનેશિયા, બ્રિટન, બ્રાઝિલ, ભારત અને યુએસમાં જોવા મળ્યાં હતાં. ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તરપૂર્વના તમામ રાજ્યોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અહીં દૈનિક કેસોનો દર ઉચો છે. જ્યારે કેરળ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં સક્રિય કેસ વધી ગયા છે. કેરળમાં 17,481, મહારાષ્ટ્રમાં 8,159 આંધ્રપ્રદેશમાં 2,527, ઓડિશામાં 1,927, તામિલનાડુમાં 1,891, કોરોનાના કેસ નોંધાયા છે.જે સૌથી વધારે છે.