વડોદરા

એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીની રાષ્ટ્રિય સ્તરની સૌથી મોટી ઇવેન્ટ ફૂટપ્રિન્ટ આ વર્ષે ઓનલાઇન રહેશે. કોરોનાના પગલે ૨૧મી ફૂટપ્રિન્ટ ઇવેન્ટ માર્ચ ૧૨થી ૨૧ સુધી ઓનલાઇન રહેશે.

આ વખતે ફૂટપ્રિન્ટ અલગ અલગ વિભાગો રહેશે. જેમાં ટેકનોટ્રોન, સ્ટોક એક્સચેંજ, વર્ચ્યુસિટી, સોશિયલ રિસ્પોન્સિબિલીટી, સ્કૂલ ઇવેન્ટ્‌સ, એન્ટરટેઇનમેન્ટ ઝોન વગેરે રહેશે.

ટેકનોટ્રોન એ ટેકનિકલ ઇવેન્ટ રહેશે.જેમાં જુદા જુદા એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ ભાગ લેશે. જેમાં રોબો વોર, રોબોકાર રેસ પણ હશે.ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક્લ્સ વિભાગના વિદ્યાર્થીઓ તેમાં તેમની પ્રતિભા દર્શાવશે. મિકેનિકલ અને મેટર્લજિકલ અને મટિરિયલ સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ જાેવા લેંગ્વેજ આધારિત ઇવેન્ટ રજૂ કરશે. આ વખતે ઇવેન્ટ વર્ચ્યુઅલી હોવાથી સોફ્ટવેર અને હાર્ડવેર આધારીત ઇવેન્ટ પણ રજૂ થશે.ડિઝાઇન ઓ મેનિયામાં વિદ્યાર્થીઓને ઓટોકેડનો ઉપયોગ કરીને તેમની કૌશલ્યતા દર્શાવવાની રહેશે.