વડોદરા-

જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કરજણ તાલુકાના ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલાની એકલતાનો લાભ લઇ નારાધમો દ્વારા સામુહિક દુષ્કર્મ આચરી નિર્દયતાથી ગળે ટુંપો આપી મોત નિપજાવવાની ઘટના સામે આવી છે. મહિલા પર દુષ્કર્મ કરી હત્યા કરનાર 6 આરોપીઓને પોલીસે દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પાદરા તાલુકાના એક ગામની પરિણીતાને પતિ સાથે અણબનાવ હોવાથી 17 વર્ષથી પોતે 2 સંતાનો સાથે રહેતી હતી. પોતે ખેતમજૂરી કરીને પોતાનું તથા પોતાના સંતાનોનું ગુજરાન ચલાવતી હતી. આ દરમિયાન, ગત 16 ઓગસ્ટની સાંજે તે ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગઇ હતી, તે સમયે 6 જેટલા હવસખોરોએ મહિલાની એકલતાનો લાભ લઇને તેના ઉપર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ પુરાવાનો નાશ કરવા માટે દુપટ્ટાથી મહિલાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયા હતા. આ ઘટના બાદ મોડી રાત સુધી મહિલા ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, મહિલા પાસેના મોબાઇલ ફોન કરવામાં આવતા શોધખોળમાં નીકળેલા પરિવારને એકાએક ખેતરમાં રીંગ સંભળાતા પરિવાર સ્થળ પર પહોંચ્યું હતું, જ્યાં મહિલાનો મૃતદેહ જોવા મળ્યો હતો, આ સાથે મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાનું ધ્યાનમાં આવતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા હતા. આ બાદ, કરજણ પોલીસ મથકમાં મહિલાની હત્યા થઈ હોવાની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. રાજ્યમાં અનેક ગુનાખોરીની ઘટનો સામે આવી રહી છે, ત્યારે વડોદરાના કરજણમાં ગામની સીમમાં ઘાસ કાપવા માટે ગયેલી મહિલા સાથે 5 શખ્સોએ એકલતાનો લાભ લઈને બર્બરતા પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું, આ બાદ પોતાનું નામ ન આવે એ હેતુથી આરોપીઓએ મહિલાનું ગળું દબાવી હત્યા કરી નાસી છૂટ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી કરી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને પકડી પાડ્યા હતા.