રાજપીપળા-

નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાએ અચાનક હોદ્દા પરથી રાષ્ટ્રીય અધ્યક્ષને રાજીનામુ ધરી દેતા રાજકારણ ગરમાયુ છે. જેને પગલે અનેક તર્ક વિતર્ક થિ રહ્યા છે. રવિન્દ્ર વસાવા પાર્ટી કે નેતાઓ કોનાથી નારાજ હોવાના પ્રશ્નો પણ ચર્ચાઇ રહ્યા છે. નર્મદા જિલ્લા સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને માહોલ જામી રહ્યો છે. ભાજપ હાલ કોંગ્રેસ અને બિટીપીના કાર્યકરોને પોતાની પાર્ટીમાં સમાવી રહ્યો છે.

જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ચુંટણીના ઉમેદવારોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે.આ તમામની વચ્ચે ન અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. બિટીપીએ કોંગ્રેસ સાથે જ્યારે ગઠબંધન તોડ્યું અને એઆઈએમઆઈએમ સાથે ગઠબંધન કર્યું એ બાબતે પાર્ટીના કાર્યકરોને કોઈ પણ રીતે વિશ્વાસમાં લેવાયા ન્હોતા જેથી પાયાના કાર્યકરોમાં રોષ ફેલાયો હોવાની ચર્ચાઓએ પણ જાેર પકડ્યું હતું.તો નર્મદા જિલ્લા બિટીપી ઉપપ્રમુખ રવિન્દ્ર વસાવાના રાજુનામા પાછળ એ કારણ તો નહિ હોય એ પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.