લોકસત્તા ડેસ્ક 

17 મી ઓક્ટોબરથી શારદિય નવરાત્રિનો ઉત્સવ શરૂ થશે. આ નવ દિવસીય ઉત્સવમાં માતા દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખીને ઘણા લોકો દેવી માતાને પ્રસન્ન કરે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ વખતે ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો તો પછી તમે કાચા કેળાના પકોડા ખાઈ શકો છો. તો ચાલો આજે તમને જણાવીએ તેને કેવી રીતે બનાવવા...

સામગ્રી  

કાચા કેળા - 4-5

શિંગોડાનો લોટ- 150 ગ્રામ

સિંધવ મીઠું - સ્વાદ પ્રમાણે

લીલા મરચા - 2 (સમારેલા)

વરિયાળી - 1/2 ટીસ્પૂન

કાળા મરી પાવડર - સ્વાદ મુજબ

કોથમીર - 2 ચમચી (સમારેલા)

 તેલ – જરૂરીયાત મુજબ

પદ્ધતિ 

1. પહેલા કેળાને છાલ સાથે જ બે કટકા કરીને કુકરમાં ઉકાળો.

2. ઠંડા થયા બાદ છાલ ઉતારી કેળાને ગોળ આકારમાં કાપો.

૩. એક વાટકીમાં શિંગોડાનો લોટ,લીલા મરચા,મીઠું,કાળા મરીનો પાઉડર,વરિયાળી અને કોથમીર ઉમેરીને બેટર તૈયાર કરો.

4. એક કડાઈમાં તેલ ગરમ કરો.

૫. હવે કેળાના ટુકડાને બેટરમાં બોળી લો અને કડક થાય ત્યાં સુધી તળો.

6. તૈયાર છે તમારા કેળાના પકોડા.

7. આમલી અથવા લીલી ચટણી સાથે ગરમ પીરસો.