ભરૂચ,તા.૩

નર્સરી તેમજ કંન્ટ્રકશનનો ધંધો કરતા એક વેપારી કે જે સરકારી કામના ઓનલાઇન ટેન્ડર ભરી તે ટેન્ડર પાસ થયે ટેન્ડરમાં જણાવેલ વિગતે કંન્ટ્રકશનને લગતું કામ કરે છે. વર્ષ ૨૦૨૨માં વનવિભાગનું ટેન્ડર ભર્યા બાદ મંજૂર થતાં ભરૂચ ખાતેથી કામ ચાલુ કર્યું હતું. આ ટેન્ડરમાં નર્સરીનું કામ, તેમજ અલગ-અલગ પ્રકારના સિવિલના કામ કરવાના હતા. આ તમામ કામ અતર્ગત અંદાજે રૂ.૧,૪૦,૦૦,૦૦૦ જેટલંુ બિલ ફરિયાદીએ આરએફઓ, નેત્રંગ અને આરએફઓ ભરૂચને આપેલ, જે કામના બિલ પેટેના રૂ. ૧,૨૧,૦૦,૦૦૦ ફરિયાદીને ચેક પેમેન્ટથી મળેલ હતા. બાકીના બિલ પેટે લેવાના થતાં નાણાં માટે આ કામના ફરિયાદી આરોપી સરફરાજ ઘાંચી, આરએફઓ નેત્રંગ તથા ઇન્ચાર્જ ભરૂચને રૂબરૂમાં મળતા જણાવ્યું હતું કે, તમારે જૂના અને ચાલુ પેમેન્ટ પાસ કરાવવા હોય તો મને ઉચ્ચક રૂ.૨૫,૦૦,૦૦૦ આપવા પડશે. ચાલુ કામના પછીથી તમને જણાવતો રહીશ. આ રૂ.૨૫,૦૦,૦૦૦ આપશો તોજ હું આ બિલો ઉપર સહી કરી આગળ મોકલીશ.

જેથી આ કામના ફરિયાદીએ તે વખતે હાં કહી નક્કી કરેલ પેમેન્ટ રિલીઝ કર્યું હતું. જાગૃત નાગરિકે આરોપી સરફરાજ ઘાંચીને રૂ.૧૦,૦૦,૦૦૦ આપી બાકીના રૂ.૧૫,૦૦,૦૦૦ જે રૂપિયા પાંચ-પાંચ લાખ કરી ત્રણ હપ્તે આપવાનું નક્કી કર્યું હતું. જેમાંથી રૂ. ૫,૦૦,૦૦૦ની લાંચની રકમ આપવા ન માગતાં હોય ઓમકાર કોમ્પ્લેક્સની સામે રોડ ઉપર, અંકલેશ્વર નેત્રંગ હાઇવે રોડ ઉપર સરફરાજ ઘાંચી માટે લાંચના છટકાનું આયોજન કરી લાંચિયા અધિકારીને ફરિયાદી પાસેથી રૂા. ૫,૦૦,૦૦૦ની લાંચ સ્વીકારતા એસીબી વડોદરા એમ.કે. સ્વામી, પોલીસ ઇન્સ્પેકટર અને ટીમ દ્વારા રંગેહાથ ઝડપી લેવાયો હતો. ત્

ભરૂચના નેત્રંગ તાલુકામાં બે મહિનામાં ત્રણ એસીબીની સફળ રેડ કરવામાં આવી છે, જેથી કહી શકાય કે ભ્રષ્ટાચારી સરકારી બાબુઓના પાપે ભ્રષ્ટાચારના વમળમાં ફસાઈને લોકોએ વેઠવું પડે છે. દરમિયાન નેત્રંગ પોલીસ સ્ટેશનમાંથી અ.હે.કો. છના વસાવાનો સાગરિત બનેલ ય્ઇડ્ઢ જવાન દોલતસિંહ વસાવા રૂ.૫૦,૦૦૦ રંગે હાથે લેતા ઝડપાયો હતો, જ્યારે કે અ.હે.કો. છના શાંતિલાલ વસાવા હજુપણ પોલીસ પકડથી દૂર હોવાનું કહેવાય છે. બે મહિના પહેલા નેત્રંગ પોલીસ સ્ટેશનનો એક જમાદાર પણ લાંચની રકમ સાથે એસીબીના છટકામાં ફસાયો હતો.