બાર્બાડોસ

વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમે બાર્બાડોસમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને ૪ વિકેટે હરાવી હતી. પ્રથમ મેચ રમતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૭.૧ ઓવરમાં ફક્ત ૧૮૭ રન બનાવી હતી. જવાબમાં કેરેબિયન ટીમે આ લક્ષ્ય ૩૮ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને હાંસલ કર્યું હતું. નિકોલસ પૂરણને તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીત સાથે વેસ્ટ ઇન્ડીઝે શ્રેણી ૧-૧થી બરાબરી કરી લીધી છે.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એલેક્સ કેરે ટોસ જીતીને બેટિંગ કરવાનો ર્નિણય કર્યો હતો. ટીમની શરૂઆત સારી રહી ન હતી અને માત્ર ૨૬ રનમાં ૩ બેટ્‌સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ઓપનર જોશ ફિલીપી ફક્ત ૧૬ રન જ બનાવી શક્યો. તે જ સમયે મિશેલ માર્શ અને મોઇઝિસ હેનરિક જેવા બેટ્‌સમેન ફ્લોપ રહ્યા હતા.

મેથ્યુ વેડ સિવાય તમામ બેટ્‌સમેન મધ્યમ ક્રમમાં ફ્લોપ થયા હતા. વેડે ૬૮ બોલમાં ૩૬ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા ૯૬ રનમાં ૭ વિકેટ ગુમાવ્યા બાદ ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. જોકે એડમ ઝમ્પાએ નીચલા ક્રમમાં ૩૬, મિશેલ સ્ટાર્ક ૧૯ અને વેસ અગર ૪૧ રન બનાવ્યા, જેણે ટીમને ૧૮૭ ના સ્કોર સુધી પહોંચાડ્યો. વેસ્ટ ઇન્ડીઝ તરફથી અલઝારી જોસેફ અને અકિલ હુસેને ૩ વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરતાં વેસ્ટ ઇન્ડીઝે પણ ૫ વિકેટ ૭૨ રનમાં ગુમાવી દીધી હતી અને મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ જ રહી ગઈ હતી. જો કે, નિકોલસ પૂરણ અને જેસન હોલ્ડરે છઠ્ઠી વિકેટ માટે ૯૩ િેહજ રનની ભાગીદારી નોંધાવી અને મુલાકાતી ટીમની આશાઓને ડૂબી ગઈ. નિકોલસ પૂરણે ૭૫ બોલમાં અણનમ ૫૯ અને જેસન હોલ્ડરે ૬૯ બોલમાં ૫૨ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્કે ૩ વિકેટ લીધી હતી.

આપને જણાવી દઈએ કે પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝને ૧૩૩ રનથી ખરાબ રીતે પરાજિત કર્યો હતો. જો કે હવે વેસ્ટ ઇન્ડીઝે બીજી વનડે મેચ જીતીને શ્રેણી ૧-૧થી બરાબરી કરી લીધી છે. આવી સ્થિતિમાં ત્રીજી મેચ હવે નિર્ણાયક બની છે.