દિલ્હી-

ભારતીય સેનાએ એવા સમાચારોનો ઇન્કાર કર્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ગલવાન વેલીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે નજીવો સંઘર્ષ થયો છે. ભારતીય સેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ થયો નથી. સાથો સાથ એમ પણ કહેવામાં આવ્યું છે કે મીડિયાએ ત્યાં સુધી કોઇ રિપોર્ટ પબ્લિશ ના કરવો જાેઇએ જ્યાં સુધી સેનાના કોઇ સત્તાવાર સ્ત્રોત પાસેથી ખબર ના પડી હોય.

વાત એમ છે કે મીડિયા સંસ્થાન ‘ધ હિન્દુ’એ એક સમાચારમાં કહ્યું કે ગાલવાન ખીણમાં બંને દેશોના સૈનિકો વચ્ચે નજીવો સંઘર્ષ થયો છે. ધ હિન્દુએ તેના સત્તાવાર સ્ત્રોત પાસેથી ઇનપુટ મળ્યા હોવાનો દાવો કર્યો છે. ભારતીય સૈન્યએ આ અહેવાલ પર કડક વાંધો ઉઠાવ્યો છે. સેના વતી નિવેદન રજૂ કરવામાં આવ્યું છે કે, “૨૩મી મે ૨૦૨૧ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત ગલવાન વેલીમાં ચીની સૈનિકો સાથે નજીવો આમનો-સામનો. હેડલાઇન પર ધ્યાન આપ્યું છે.

સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે મે ૨૦૨૧ના ??પહેલા અઠવાડિયામાં પૂર્વી લદ્દાખમાં આવેલ ગલવાન વેલીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે એવી કોઇ મામૂલી અથડામણ થઇ નથી. આ લેખ એવા સ્રોતો દ્વારા પ્રેરિત લાગે છે કે જેઓ પૂર્વ લદ્દાખમાં મુદ્દાઓના સીધા સમાધાન માટે ચાલી રહેલી પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મીડિયા સંગઠનોએ ભારતીય સૈન્યની તરફથી અધિકૃત કોઇપણ સોર્સ પાસેથી પુખ્તા માહિતી ના મળે ત્યાં સુધી મીડિયા સંસ્થાનોએ ત્રીજા પક્ષની બિન-પુષ્ટિના આધાર પર રિપોર્ટ રજૂ ના કરે.