ન્યૂ દિલ્હી-

નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇની દૈનિક ફ્લાઇટ્‌સ ૨૦ ઓગસ્ટથી પહેલીવાર કાર્યરત શરૂ થશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ રૂટ પર કઈ એરલાઇન્સ ફ્લાઇટ્‌સનું સંચાલન કરશે.

સિંધિયાએ ટિ્‌વટ કર્યું હતું કે, “પહેલી વખત, ૨૦ મી ઓગસ્ટથી નવી દિલ્હીથી ભાવનગર સુધી દૈનિક ફ્લાઇટ્‌સ શરૂ થશે. આ સાથે મુંબઈ-ભાવનગર વચ્ચેની ફ્લાઈટ પણ ૨૦ ઓગસ્ટથી શરૂ થશે. તેમણે કહ્યું કે આ ચોક્કસપણે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે સરળ મુસાફરી સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દેશના દરેક ખૂણા અને ખૂણાને હવાઈ સેવાઓ સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે.