વડોદરા, તા.૧૩

જિલ્લા ભાજપા કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંબોધન કરી રહ્યા હતા ત્યારે ખટંબા ગામના સરપંચકાર્યક્રમમાં આવી ગયા હતા. અને સ્પીચ વચ્ચેજ સરપંચે ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માગ કરી હતી. ભાજપ કાર્યાલય બની ગયું, હવે સરકારી સ્કૂલ પણ બનાવી આપો એવી રજૂઆત કરી હતી, જાેકે,પાટીલે કહ્યું હતું કે બનાવી દઈશું. તેમ છતા સરપંચે રજૂઆત ચાલુ રાખતા પાટીલનો પિત્તો ગયો હતો અને સરપંચને કહી દીધું હતું કે એકવાર કહ્યું ને તમન, જાેકે, બાદમાં ભાજપના કાર્યકરો સરપંચને ે કાર્યક્રમ સ્થળથી બહાર લઈ ગયા હતા.

પ્રદેશ પ્રમુખની સ્પીચ વચ્ચે એકાએક ખટંબા ગામના સરપંચ કમલેશભાઈ મંચ પાસે આવ્યા હતા અને પાટીલ સાહેબ, અમારા ગામમાં સ્કૂલ નથી એનું કંઈક કરોને, જેથી તેના જવાબમાં પાટીલે કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, સ્કૂલ પણ ચોક્કસથી બનાવી દઈશું... બાદમાં સરપંચે કહ્યું હતું કે એક વર્ષથી રજૂઆત કરી રહ્યો છે.ગામના લોકોને વડોદરા આવવુ પડે છે. જાેકે, પાટીલે કહ્યું હતું કે કંઈ વાંધો નહીં, જલદીથી કરાવી દઈશું, ફરી સરપંચે કહ્યું, ખટંબામાં બિલકુલ સ્કૂલ નથી. બધા પ્રાઇવેટમાં ભણવા જાય છે, આથી પાટીલ બોલ્યા, એકવાર કહ્યું ને તમને બનાવી દઈશુ.જાેકે, બાદમાં ભાજપના કાર્યકરો સરપંચને કાર્યક્રમ બહાર લઈ ગયા હતા. જાેકે, કાર્યક્રમ દરમિયાન સરપંચને રજૂઆત કરવા કોઈકે ઈરાદાપૂર્વક મોકલ્યા હોવાની ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.