ન્યુ દિલ્હી 

પાકિસ્તાનના ઓપનર બેટ્‌સમેન સમી અસલમ જેની ઉંમર માત્ર ૨૪ વર્ષ છે, તે પોતાનો દેશ છોડીને અમેરિકા જઇ રહ્યો છે. સમી અસલમે અમેરિકાની ટી ૨૦ લીગની ઓફર સ્વીકારી લીધી છે, ત્યારબાદ તેણે પાકિસ્તાનથી અમેરિકા સ્થાયી થવાનું નક્કી કર્યું છે.

સમી અસલમનો આ ર્નિણય ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે તે માત્ર ૨૪ વર્ષનો છે અને આટલી નાની ઉંમરે તેણે પાકિસ્તાની ટીમમાં વાપસી થવાની આશા છોડી દીધી છે. સમી અસલમે પાકિસ્તાન માટે ૧૩ ટેસ્ટ અને ૪ વનડે મેચ રમી છે.

સમી અસલમ ૨૦૧૬થી વનડે ટીમ અને ૨૦૧૭થી ટેસ્ટ ટીમની બહાર છે. સમી અસલમ અમેરિકાનું નાગરિકત્વ મેળવવા માંગે છે. મીડિયા રિપોટ્‌ર્સ અનુસાર, તે આગળ જશે અને અમેરિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. સમી અસલમે ઘરેલું ક્રિકેટમાં ૨૫ સદી ફટકારી છે. તેણે પ્રથમ શ્રેણીમાં ૧૪ સદી અને લિસ્ટ એ ક્રિકેટમાં ૧૧ સદી ફટકારી છે. તે જ સમયે, ટેસ્ટ ક્રિકેટમાં તેના બેટથી ૭ અડધી સદી ફટકારી છે.