વલસાડ, પોલીસ ની બેદરકારી ને કારણે દેશ માં ડ્રગ્સ ના કારોબાર ખૂબ જ ઝડપ થી ફૂલી ફાલી રહ્યો છે નશા ની લત લગાડી નશા માં લિપ્ત કરી દેશ ના યુવાધન ને વિનાશ ની દિશા માં આગળ લઇ જનાર ઝેર ના વેપારીઓ પોલીસ માટે પડકાર બન્યા છે વલસાડ માં દારૂ બાંધી નો કાયદો ભલે કાગળ પર રહ્યો હોય પરંતુ પોલીસ ડ્રગ્સ જેવી બાબતે ખૂબ જ સતર્ક રહે છે ગતરોજ અમદાવાદના શાહિબાગના રહેવાસી શકીલ બદરુદ્દીન અને નદીમ એક ટેમ્પો ટ્રાવેલરમાં ચોરખાનું બનાવીને ગાંજાે લઇને વલસાડ આવી રહ્યાં હતા. તે દરમિયાન ઔરંગા નદી પર ચેકીંગ માં રહેલ એલસીબી પોલીસે ટેમ્પો ઉભી રાખી ચેકિંગ કરવા વાહન ઉભું રાખવા જણાવતા ચાલકે ટ્રાવેલર નેપુર પાટ ઝડપે હંકારી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરી ટ્રાવેલર નેધમડાચી એપીએમસી માર્કેટ ખાતે પકડી પાડવામાં આવ્યો હતો. ટેમ્પો ટ્રાવેલરમાં તપાસ હાથ ધરતા તેમાંથી ગાંજાે મળી આવ્યો હતો. ૨૮૩ કિલો આશરે ૨૮ લાખ રૂપિયાની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો.બન્ને શખ્સો યુપીથી ગાંજાે લઇને આવ્યા હોવાનો ખુલાસો થયો હતો અને અમદાવાદમાં નદીમના એક મિત્રને આપવાના હોવાની પ્રાથમિક માહિતી પોલીસ તપાસમાં બહાર આવી છે.  

આના આધારે પકડાયેલા શખ્સનો કોઇ ગુુનાહીત ઇતિહાસ છે કે નહીં તે અંગે અમદાવાદ પોલીસનો સંપર્ક કરીને માહિતી મેળવવામાં વલસાડ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગાંજા ના જથ્થા સાથે એક ઝડપાઇ ગયો છે જ્યારે તેના મામા ની દીકરો ફરાર થયો હોવાનો ખુલાસો થયો છે પોલીસ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.એલસીબી પોલીસે ટેમ્પો ઉભી રાખી ચેકિંગ કરવા વાહન ઉભું રાખવા જણાવતા ચાલકે વાહન હંકારી દીધું હતું. જાેકે પોલીસે પીછો કરીને એકને પકડી પાડ્યો હતો. એક શખ્સ ફરાર છે. પોલીસ માટે ડ્રગ્સ પકડવું ખૂબ જ પડકારજનક બની રહ્યું હતું. ગાંજા ના જથ્થા સાથે એક શખ્સ ઝડપાઇ ગયો છે.