દિલ્હી-

કોરોના સંકટ વચ્ચે ટૂંક સમયમાં સંસદનું સત્ર યોજવાનું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સંસદનું હાલનું સત્ર સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી શરૂ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સત્ર 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. એક દિવસ લોકસભા ચાલશે અને બીજા દિવસે રાજ્યસભા ચાલશે. સત્ર ચાર અઠવાડિયા હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકસભાના તમામ સાંસદો સેન્ટ્રલ હોલમાં બેસશે, જ્યારે રાજ્યસભાના સાંસદ લોકસભા અને રાજ્યસભામાં બેસશે. તમામ સાંસદો માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત રહેશે. સ્ક્રિનિંગ અને સેનિટાઈઝેશનની સિસ્ટમ બધે હશે. સાંસદના સ્ટાફને સંસદ ભવનમાં આવવા દેવામાં આવશે નહીં.